ઉમેદવારોની યાદી જાહેર થતા જ ભાવનગર ભાજપમાં ભડકો, મહુવામાં 300થી વધુ ભાજપ સભ્યોનાં રાજીનામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. ચૂંટણીમાં જૂના ઉમેદવારને જ રીપીટ કર્યા છે તો કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે. આ ઉમેદવારો એવા છે જે જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે.

ઉમેદવારોની યાદી જાહેર થતા જ ભાવનગર ભાજપમાં ભડકો, મહુવામાં 300થી વધુ ભાજપ સભ્યોનાં રાજીનામાં
ભાવનગરની મહુવા બેઠક માટે વિવાદ
| Updated on: Nov 10, 2022 | 12:04 PM

ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરતા જ ભાવનગરની મહુવા બેઠક પર નારાજગી જોવા મળી હતી અને 300થી વધુ ભાજપ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300 થી વધારે સભ્યોના સામુહિક રાજીનામાં ધર્યા હતા. શિવાભાઈ ગોહિલે મહુવામાં ટિકિટ પણ માંગી નહોતી અને મહુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને સમર્થન પણ નથી .આમ છતાં આર.સી મકવાણા ની ટિકિટ કાપી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા મહુવા ભાજપમાં ભારે હોબાળો થયો છે

 

 

ભાજપ દ્વારા  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીના ઉમેદવારોના નામ જોતા જ સમજાઈ ગયું છે કે ભાજપ  આ ચૂંટણીમાં જૂના ઉમેદવારને  જ રીપીટ કરશે તો  કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે.  આ ઉમેદવારો એવા છે જે  જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે.  ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે  કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ  નામ પસંદ કરવામાં આવ્યા હતા. 182 માંથી 160 બેઠકની યાદી જાહેર કરી છે જેમાં 14 મહિલાઓ તેમજ  13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.  તો  38 બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં  4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.

 

જોકે આ નામ સામે આવવાની સાથે જ કેટલીક જગ્યાએથી વિરોધના સૂર ઉઠ્યા હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 11:49 am, Thu, 10 November 22