અરવલ્લીનાં ગાબટ ગામે દિપડાનો આતંક, રેસ્ક્યુ ટીમ પર દિપડો હુમલો કરી ઝાડીમાં ગુમ

|

Dec 20, 2020 | 3:58 PM

દીપડાઓ બેખોફ બનતા જાય છે. હાલમાં જ અરવલ્લીનાં ગાબટ ગામે દિપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જેમાં સદનસીબે તે વ્યક્તિ બચી તો ગઇ હતી પરંતુ તેને છાતી તથા બાવડાના ભાગે પંજા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટના અંગે જાણ થતા સ્થાનિક વનતંત્ર દોડી આવ્યું હતું. દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. […]

અરવલ્લીનાં ગાબટ ગામે દિપડાનો આતંક, રેસ્ક્યુ ટીમ પર દિપડો હુમલો કરી ઝાડીમાં ગુમ

Follow us on

દીપડાઓ બેખોફ બનતા જાય છે. હાલમાં જ અરવલ્લીનાં ગાબટ ગામે દિપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જેમાં સદનસીબે તે વ્યક્તિ બચી તો ગઇ હતી પરંતુ તેને છાતી તથા બાવડાના ભાગે પંજા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટના અંગે જાણ થતા સ્થાનિક વનતંત્ર દોડી આવ્યું હતું. દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે દીપડાએ રેસક્યુ ટીમ પર પણ હુમલો કર્યો હતો. બીજી તરફ દીપડો ખુબ જ હિંસક હોવાની સાથે ચપળ પણ હતો. તે વન વિભાગનાં પાંજરે પણ નહોતો પુરાયો અને ઉપર જતા સ્થાનિક વન વિભાગની ટીમ પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે તેને પકડવા માટે આણંદની નિષ્ણાંતોની ટીમ બોલાવવામાં આવી હતી. જેણે દિપડાને પાંજરે પુરવા માટે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી. જો કે દીપડો ઉંડી ઝાડીમાં ગુમ થઇ જતા હાલ નિષ્ણાંતોની ટીમ પણ દીપડાની રાહ જોઇ રહી છે.

 

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Published On - 3:57 pm, Sun, 20 December 20

Next Article