Kutch: કરોડો રૂપિયાના ખર્ચે 10 વર્ષ પહેલા બનેલા વોક-વેની હાલત દયનીય, સ્થિતિ સુધારવા લોકોની માગ

|

Jul 23, 2021 | 8:26 AM

કચ્છના ભુજમાં આવેલા હમિરસર તળાવ પાસે  કરોડોના ખર્ચે બનેલ વોક-વે માવજતના અભાવે અનેક સુવિધાઓ બંધ છે. સ્થાનિકોએ આ સુવિધા સત્વરે ચાલુ કરવા માંગ કરી છે.

Kutch:  ભુજના(Bhuj)  હમિરસર તળાવ પાસે  કરોડોના ખર્ચે બનેલ વોક-વેના (Walk Way)  રિપેરીંગ પાછળ પણ લાખોનો ખર્ચ કરાયો છે. પરંતુ આજે 10 વર્ષ બાદ લોકોની સંખ્યા વોક-વે પર વધી છે .પરંતુ માવજતના અભાવે અનેક સુવિધાઓ બંધ છે. તેવામાં બહાર લાખોનો ખર્ચ કરતી પાલિકા ટ્રેક સુધારણા સહિત વોક-વેની સ્થિતિ સુધારે તેવી માગ લોકો કરી રહ્યા છે.

કોરોના મહામારી વચ્ચે સ્વાસ્થ્ય માટે જાગૃત બનેલા લોકો મોટી સંખ્યામાં ભુજના વોક-વે પર આવી રહ્યા છે. જો કે કરોડોના ખર્ચે બનેલા વોક-વે ના ટ્રેક સહિતની સુવિધા તૂટી છે. તેવામાં વોક-વે બહાર રોડ પર લાખોના ખર્ચે વિકાસકામો શરૂ કરતા ક્યાંક લોકોમાં કચવાટ છે. વોક-વેનો ડોમ બંધ અને ખરાબ સ્થિતિમાં છે.

ટ્રેકમાં ઠેરઠેર ગાબડાઓ પડી ગયા છે. અને બંધ લાઇટ જેવા મળી રહી છે. પરંતુ પાલિકાએ તેની બહાર પેવરબ્લોક સહિત સુવિધા વિકસાવતા નિયમિત આવતા લોકો જૂના ટ્રેક રિપેરીંગ સહિતની ત્રુટીઓ દૂર કરવાની માગ કરી રહ્યુ છે. તો બીજી તરફ જર્જરિત સ્થિતિનો સ્વીકાર પાલિકા ખુદ કરે છે. પરંતુ સાઇકલ ટ્રેક સહિત અન્ય વિકાસ કામોમાં વોક-વે ટ્રેકનો સમાવેશ કરી લોકોને નવી સુવિધા અપાશે તેમ જણાવી રહ્યુ છે.

Next Video