KUTCH : નખત્રાણાના ખેડૂતની મહેનત રંગ લાવી, સૂકી ધરામાં દ્રાક્ષની સફળ ખેતી

|

Jan 20, 2021 | 12:17 PM

KUTCH : મન હોય તો માળવે જવાય. આ કહેવતને કચ્છના નખત્રાણાના ખેડૂતે સાર્થક કરી બતાવી. સફરજન, ડ્રેગન ફ્રુટ, સ્ટ્રોબેરી પછી હવે દ્રાક્ષની ખેતી

KUTCH : કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. આ કહેવતને કચ્છના નખત્રાણાના ખેડૂતે સાર્થક કરી બતાવી છે. ખૂબ અઘરું છે અથવા અશક્ય છે તેવું વિચારવાના બદલે અહીંના કેટલાક ખેડૂતોએ દ્રાક્ષની પ્રયોગાત્મક ખેતી કરી. અને આ ખેતી સફળ પણ રહી. સફરજન, ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરી પછી હવે કચ્છમાં દ્રાક્ષની ખેતી થવા લાગી છે. 3 વર્ષની મહેનત પછી દ્રાક્ષનો પાક આવ્યો છે. નખત્રાણા તાલુકાના રામપર રેહા ગામના ખેડૂતે કચ્છ જેવા સુકા પ્રદેશમાં મીઠી રસમધુર દ્રાક્ષની ખેતી કરી બતાવી છે. 2014થી મહેનત કરતા આ ખેડૂતે 2017માં દ્રાક્ષનું 5 એકરમાં વાવેતર કર્યું હતું અને આજે 3 વર્ષ બાદ તેમાં તે સફળ રહ્યા છે. સામાન્ય રીતે કચ્છ કે ગુજરાતમાં મહારાષ્ટ્રથી દ્રાક્ષ આવે છે. જેથી કચ્છના ખેડૂતે મહારાષ્ટ્રના ખેડૂતોની માર્ગદર્શન લીધુ અને પોતાની જ જમીન પર દ્રાક્ષનું વાવેતર કર્યું હતું. ખેડૂતનું કહેવું છે કે દ્રાક્ષ પકવવા માટે ખર્ચ તો થાય છે. પણ સામે વળતર પણ એટલું જ મળી રહે છે.

 

Published On - 12:14 pm, Wed, 20 January 21

Next Video