Kutch: કુકમાના રહીશોએ જાગૃતિ દાખવીને, કોરોનાને નિયંત્રણમાં લીધો

|

May 11, 2021 | 12:28 PM

Kutch: કોરોના મહામારીને માત આપવા માટે હવે ગામડાઓ જાગૃત થઇ રહ્યા છે સરકાર દ્રારા પણ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પણ શરૂ કરાયુ છે તે વચ્ચે કુકમા ગામે કોરોના મહામારી સામે લીધેલા પગલાથી ગામમાં કેસોની સંખ્યા ધટી છે.

અન્ય ગામની જેમ કુકમા ગામમાં પણ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધતા ગામે જાગૃતિના પગલા લીધા છે બપોરના બે વાગ્યા બાદ ગામ આવશ્યક વસ્તુઓ સિવાય સંપુર્ણ બંધ રાખવુ, સંપુર્ણ ગામના દરેક વિસ્તારમાં સેનીટાઇઝ અને રાત્રે ફોંગીગની કામગીરી તથા જો કોઇ દર્દી પોઝીટીવ આવે તો આઇસોલેશન સેન્ટર પણ ગામે ઉભુ કર્યુ છે.

ગામમાં બિનજરૂરી લોકો બહાર ન નિકળે તે માટે જનજાગૃતિ કરાઇ રહી છે. ગામના સરપંચના મતે જાગૃતિના પગલા અને વેક્સીનેશન સહિતની કામગીરીથી ગામમાં 25 ટકા સ્થિતી સુધરી છે અને આવુ અભિયાન ચાલુ રાખી સમિતી સતત કેસો ધટે તે માટે કામ કરી રહી છે.

સરકારી યોજના મુજબ અનેક ગામો કોરોના મુક્ત બનવા તરફ કામ કરી રહ્યા છે ત્યારે કુકમા ગામે પણ જાગૃતિના પગલા,આરોગ્ય સુવિદ્યા અને કડક નિયમો અમલી બનાવતા ગામમા કોરોના કેસો ધટ્યા છે. જો કે હજુ જાગૃતિ અભીયાન સતત ચાલુ છે અને થોડા દિવસોમાં ગામ કોરોના મુક્ત બનવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.

Next Video