ખેડા જીલ્લાના બે કહેવાતા પત્રકારોએ એવું કામ કર્યું છે કે હવે જેલની હવા ખાતા થઇ ગયા

|

May 09, 2022 | 4:40 PM

પોલીસે હત્યાના ગુનામાં પુરાવાનો નાશ કરવા અને હત્યારાને મદદગારી કરવાના આરોપસર દિનેશ મેકવાન અને જેક્શન મેકવાનની ધરપકડ કરી સમગ્ર બનાવમાં તેમની ભૂમિકા શું હતી તેની તપાસ હાથ ધરી છે.

ખેડા જીલ્લાના બે કહેવાતા પત્રકારોએ એવું કામ કર્યું છે કે હવે જેલની હવા ખાતા થઇ ગયા
so-called journalists in police custody

Follow us on

આણંદ જીલ્લાના ભાલેજ પાસે આવેલ સેયદપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલ પરથી વહેલી સવારે એક ઇકો કારમાંથી કેનાલમાં મહિલાનો મૃતદેહ ફેકી કાર લઇ રવાના થવાની ફિરાકમાં હતો પણ કેનાલ પાસે રસ્તો સાંકડો હોવાથી કાર ખેતરમાં ઉતરી ગઈ અને ત્યાં ફસાઈ ગઈ હતી આ દરમિયાન કેટલાક સ્થાનિક લોકો કારની નજીક પહોચે છે જેથી કાર ચાલક કાર મૂકી ખેતરોમાંથી ભાગી છૂટ્યો હતો. જોકે આ ઘટના પાછળ બે કહેવાતા પત્રકારોની સંડોવણી ખલી છે.

ઘટનાની વિગતો મુજબ સ્થાનિક લોકો કેનાલ પાસે આવી એક મહિલાની લાશ જોતાં જ સમગ્ર મામલાની જાણ ભાલેજ પોલીસ મથકે કરવામાં આવે છે. જેથી ભાલેજ પોલીસ સહીત આણંદ એલસીબી, એસઓજી અને ખંભોળજ પોલીસ સહીત જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરતા જ મૃતક યુવતીના ચહેરા પર તીક્ષ્ણ હથિયારથી ઘા કાર્ય હોવાનું અને કારમાં લોહીના નિશાન મળતા પોલીસ યુવતીની લાશ અને ઇકો કાર અને તેના નંબરના આધારે હત્યાની કડીઓ જોડવાનો પ્રયાસ કરે છે.

કાર નંબરના આધારે તપાસ કરતા કાર ખેડા જીલ્લાના ઉત્તરસંડા ગામમાં રહેતા પીનાકીન પટેલની માલિકીની હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે પીનાકીનભાઈ ની પુછપરછ કરી જેમાં પીનાકીનભાઈ ભાઈએ જણાવ્યું કે ઉત્તરસંડા ગામમાં રહેતા પત્રકાર જેક્શન મેકવાન અને દિનેશ મેકવાન ગત રાત્રીએ તેઓના મિત્રને વડોદરા કામ હોવાનું જણાવી કાર માંગી હતી જેથી પીનાકીનભાઈએ કાર જેક્શન અને દિનેશને આપતા જેક્શન અને દિનેશ કાર લઇ ચકલાસી ગામ તરફ નીકળ્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જેક્શન અને દિનેશ મેકવાનનો ચકલાસી ખાતે રહેતો મિત્ર મિનટુ ઉર્ફે જમાલ મલિક કે જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને કેટલાક સમયથી ચકલાસી ખાતે રહેતો હતો અને થોડા દિવસથી તેની સાથે વડોદરાના મકરપુરામાં રહેતી સલમા નામની અંદાજીત ત્રીસ વર્ષીય યુવતી પણ રહેતી હતી. 6 તારીખની રાત્રે જમાલને સલમા સાથે રૂપિયાની લેતીદેતી અથવા પ્રેમ પ્રકરણ અથવા અન્ય કોઈ બાબતે ઝગડો થતા જમાલે સલમાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી અને બાદમાં જેક્શનને ફોન કરી લાશનો કઈ રીતે નિકાલ કરવો તેની મદદ માંગતા કહેવતો પત્રકાર જેક્શન મેકવાન પોલીસને જાણકારી આપવાને બદલે હત્યારા જમાલને મદદ કરવાનો પ્લાન બનાવી પોતાના મિત્રની કાર માંગી અને જમાલને આપી હતી જેથી જમાલે વહેલી સવારે મૃતક સલમાની લાશને લઇ જેક્શન દ્વારા જણાવવામાં આવેલા પ્લાન પ્રમાણે કેનાલમાં લાશ નાખવા પહોચી ગયો હતો, પણ કાર ફસાઈ જવાને કારણે જમાલ કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

હાલ તો ભાલેજ પોલીસે હત્યાના ગુનામાં પુરાવાનો નાશ કરવા અને હત્યારાને મદદગારી કરવાના આરોપસર દિનેશ મેકવાન અને જેક્શન મેકવાનની ધરપકડ કરી સમગ્ર બનાવમાં તેમની ભૂમિકા શું હતી, હત્યારાને મદદ કરવા કોઈ આર્થિક મદદ કરી હતી અથવા લીધી હતી, સલમા સાથે જમાલ ઉપરાંત જેક્શનને કોઈ સબંધ હતો કે કેમ તે પ્રશ્નોના જવાબ મેળવવા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને ઘટનાના મુખ્ય ફરાર આરોપી જમાલની શોધખોળ હાથ ધરી છે.

Published On - 4:39 pm, Mon, 9 May 22

Next Article