Kheda: હર્ષ સંઘવીએ અમિત શાહના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું

|

May 26, 2022 | 5:22 PM

ગૃહ વિભાગના 23454.08 લાખના ખર્ચે બનેલ 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું આગામી 29 તારીખે ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થનાર છે.

Kheda: હર્ષ  સંઘવીએ અમિત શાહના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું
Harsh Sanghvi inspected the preparations

Follow us on

આગામી 29 તારીખે ખેડા (Kheda)  જિલ્લાના નડિયાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ની હાજરીમાં પોલીસ વિભાગનો કાર્યક્રમ યોજાનાર છે ત્યારે આજે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. ગૃહ વિભાગના 23454.08 લાખના ખર્ચે બનેલ 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું આગામી 29 તારીખે ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થનાર છે, આજે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલ હેલીપેડ મેદાનમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો એક જાહેર કાર્યક્રમ માટે થઇ રહેલ તૈયારીઓનું રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્ધારા નવનિર્મિત પોલીસના રહેણાંક, બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના નાગરીકોની સુખસુવિધામાં ઉત્તરોતર સુધારો કરી રહી છે. ત્યારે રૂ. 23454.08 લાખના ખર્ચે બનેલ અને 19 રહેણાંક અને 29 બિન રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીયગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે યોજાશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે

આ ઉપરાંત રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી તા. 29 મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. આ ઉપરાંત એ જ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે તેવું અદભૂત અધ્યતન ટેક્નોલોજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાત મુર્હુત પણ કરવામાં આવનાર છે.

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા તથા આરોપીઓને ઝડપથી સજા થાય તે માટે સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પુરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઉભુ કરાયુ છે. જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંબંધિત જીલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ પણ હાજર રહેશે.

 

Next Article