KHEDA : ખારીકટ કેનાલમાં કેમિકલ ઠાલવવાના મામલે કંપનીના માલિક સહીત ચારની ધરપકડ

|

Aug 30, 2021 | 2:59 PM

ગત તારીખ 26 ઓગષ્ટે રઢુથી નાયકા જવાના રસ્તે આવેલી ખારીકટ કેનાલમાં ટેન્કર મારફતે કેમિકલયુક્ત ગંદું પાણી ઠલવાતું હોવાની બાતમી ખેડા ટાઉન પોલીસને મળી હતી.

KHEDA : ખેડામાં ઝેરી કેમિકલ ગમે ત્યાં ઠાલવતા માફિયાઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખારીકટ કેનાલમાં કેમિકલ ઠાલવવાના મામલે ખેડાની એક કંપનીના માલિક સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખારીકટ કેનાલમાં કેમિકલ ઠાલવતા સાવલીના મંજુસરની કેમકોન સ્પેશ્યાલિટી કેમિકલ લિમિટેડના માલિક, ડિરેકટર, માર્કેટિંગ અને પર્ચેઝ મેનેજરની પોલીસે ધરપકડ કરી છે. આ કંપનીનું એક ટેન્કર 26 ઓગષ્ટે રઢું-નાયકા રોડની ખારીકટ કેનાલમાં કેમિકલ ઠાલવતા ઝડપાયું હતું. આ કંપનીના માલિક, મેનેજર સહિતના લોકોની ધરપકડ થતા કેમિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગત તારીખ 26 ઓગષ્ટે રઢુથી નાયકા જવાના રસ્તે આવેલી ખારીકટ કેનાલમાં ટેન્કર મારફતે કેમિકલયુક્ત ગંદું પાણી ઠલવાતું હોવાની બાતમી ખેડા ટાઉન પોલીસને મળી હતી. સ્થાનિક પોલીસે બાતમી આધારે રેડ કરીને ત્રણ લોકોને સ્થળ પરથી ઝડપી પાડયા હતા. ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી બચી જતો હોવાના આરોપો પણ લાગ્યા હતા.

ખારીકટ કેનાલમાં કેમિકલ ઠાલવવાના મામલે ગઈકાલે 29 ઓગષ્ટને રવિવારે મોડી સાંજે ખેડા ટાઉન પોલીસ દ્વારા સાવલીના મંજુસરની કેમકોન સ્પેશ્યાલિટી કેમિકલ લિમિટેડના માલિક, ડિરેકટર, માર્કેટિંગ અને પર્ચેઝ મેનેજરની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી માંલાતી માહિતી મૂજબ પકડાયેલા આરોપીઓના તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કર્યો, સરકારી યોજનાથી લાભાર્થી વંચિત ન રહે તેની જવાબદારી સરપંચોએ લેવી જોઇએ

આ પણ વાંચો : VADODARA : ધર્માંતરણ કેસની તપાસમાં મોટો ખુલાસો, ધર્માંતરણ અને હવાલાના પુરાવાવાળી પેનડ્રાઈવ આરોપીએ ગાયબ કરી

Next Video