KHEDA : નડિયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

|

Aug 22, 2021 | 4:34 PM

Nadiad Child Trafficking Case : નડીયાદ એસઓજી પોલીસે કોર્ટ પાસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા..જેને પગલે કોર્ટે હાલ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

KHEDA : બાળકો વેચવાના કૌભાંડમાં નડીયાદ કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા..બે દિવસ પહેલા ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે બાળકો વેચવાનું એક મોટુ કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને 4 મહિલા આરોપીને ઝડપી નડીયાદ એસઓજી પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા..જેને પગલે કોર્ટે હાલ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે..રિમાન્ડ દરમિયાન મૂળ આરોપી માયા ડાબલાની MBBS ડિગ્રીની તપાસ કરવામાં આવશે તથા બાળક વેચવા આવનાર મહિલા રાધિકા ગેડામ નાગપુર મહારાષ્ટ્રની ખરેખર છે કે કેમ? અને પોલીસ ટ્રેપમાં રાધિકા પાસે જે બાળક મળ્યું છે તે ખરેખર રાધિકા ગેડામનું છે કે કેમ ? તે અંગે DNA ટેસ્ટ કરવામાં આવશે.

પોલીસ કેર ટેકર નૂરબાનુ પઠાણને સમગ્ર ગુનાની સાક્ષી બનાવશે.તો બીજી બાજુ અત્યાર સુધીમાં આરોપીઓએ કોને અને ક્યાં રાજ્યોમાં બાળકો વેચ્યા છે તેની માહિતી મેળવવામાં આવશે. તેમજ આ રેકેટના તાર ગુજરાત સહિત ક્યાં ક્યાં રાજ્યોમાં જોડાયેલા છે તેની તપાસ કરવામાં આવશે અને રેકેટમાં અન્ય એજન્ટોની સંડોવણી આશંકા વચ્ચે તમામ આરોપીઓની રિમાન્ડ દરમિયાન આકરી પુછપરછ કરાશે.

રાજ્યમાં સરોગેટ મધર દ્વારા સંતાનપ્રાપ્તિ પર કડક પ્રતિબંધ લગાવાયા બાદ નડિયાદમાં બાળક વેચવાનું આ કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલી બે મહિલાઓ દલાલ મારફતે રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાનો સંપર્ક કરતી હતી અને આવી મહિલાઓને મોટી રોકડ રકમની લાલચ આપવામાં આવતી હતી.

જે ગર્ભવતી મહિલાઓને પ્રસુતિમાં પાંચ કે છ મહિના બાકી હોય તેમને ગુજરાત લાવવામાં આવતી હતી અને નજીકની હોટલ પર તેના રોકાણની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ દરમિયાન આવી ગર્ભવતી મહિલાઓના રોકાણનો તમામ ખર્ચ કૌભાંડ આચરનારા લોકો દ્વારા કરવામાં આવતો હતો.

આ પણ  વાંચો : KUTCH : ભુજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટી પાસે 32 પાર્કિંગ પ્લોટ, છતાં ભુજમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી નાગરીકોને મુશ્કેલી

Next Video