Kheda : નડિયાદ નગરપાલિકાના 25 લાખના ટેક્સ ચોરી કૌભાંડમાં 3 આરોપીની ધરપકડ

|

Jun 28, 2021 | 8:47 AM

Kheda : છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી ટેક્સની કામગીરીમાં ભૂલો જોવા મળી હતી. જે અંગેની તપાસ કરતા 25 લાખનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું . પોલીસે પાલિકાના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે.

Kheda: જિલ્લાના મુખ્યમથક નડિયાદમાં નગરપાલિકાના (Nadiad Nagar Palika)  ટેક્સચોરી (Tax evasion) કૌભાંડના 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પાલિકાના કર્મચારીઓ દ્વારા આખરે 25 લાખની ઉચાપત કરવામાં આવી હતી. જે અંગેની 6 મહિના પહેલા ફરિયાદ પણ કરવામાં આવી હતી.

નડિયાદ નગર પાલિકામાં નવેમ્બર 2020માં ટેક્સચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં આરોપીઓ દ્વારા ખોટી એન્ટ્રી કરીને કૌભાંડ કર્યું હોવાનું કબુલ્યું હોય પૈસા પરત કરવાની બાહેંધરી આપી હતી.

પાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ મયંક દેસાઈએ ટેક્સ વિભાગના કર્મચારીઓ અનીલભાઈ અંબુભાઈ ઠાકોર, કાસમભાઈ મૌલવી અને સુનીતાબેન મિસ્ત્રી વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની આરોપીઓની આગોતરા જામીન અરજી નડિયાદ કોર્ટે ફગાવી દીધી હોય આરોપીઓ હાઇકોર્ટમાં ગયા હતા.

પરંતુ હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી પાછી ખેંચી લીધી હતી.આ બાદ નડિયાદ પોલીસ દ્વારા ત્રણેય કર્મચારીઓની શોધખોળ હાથ ધરી હતી. આ બાદ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે, ઓક્ટોબર મહિનામાં નડિયાદ શહેરની 18 વોર્ડની 70 હજારથી વધુ મિલ્કતોની ટેક્સ રિકવરી મામલે લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં મિલ્કતધારકોને ત્રણ વર્ષનો ટેક્સ બાકી હોય પરંતુ આ વર્ષનો ટેક્સ ભરાવીને પહોંચ આપવામાં આવતી હતી. આ પાવતીમાં બાકીની રકમો નીલ બતાવવામાં આવતી હતી. બાકીની રકમનો સોદો કરવામાં આવતો હતો.

નાણાકીય વર્ષ 2017-18, 2018-19, 2019-20ની કામગીરી દરમિયાન પાલિકાના સુપ્રિટેન્ડેન્ટને ભૂલો જોવા મળી હતી. આ બા તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં 25 લાખ જેટલી રકમનું ગોલમાલ થયું હોવાનું સામે આવ્યું હતું.

Next Video