Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ભેટ – દાનની આવકમાં થયો ધરખમ ઘટાડો

ખેડા (Kheda) માં આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરની (Vadtal Swaminarayan temple ) આવકમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા સવા વર્ષ દરમિયાન 50 લાખની આવક થઇ છે.

Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ભેટ - દાનની આવકમાં થયો ધરખમ ઘટાડો
વડતાલ સ્વામિનારાયણ મંદિર
| Edited By: | Updated on: Jul 06, 2021 | 9:32 AM

Kheda : કોરોના મહામારીનું ગ્રહણ સામાન્ય માણસની સાથે મંદિરને પણ લાગ્યું છે. વડતાલ સ્વામિનારાયણની મંદિરની (Vadtal Swaminarayan temple ) આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સવા વર્ષમાં મંદિરની દાનની આવક માંડ 50 લાખ જેટલી થઇ છે.

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાનું વડતાલ સ્વામિનારાયણ મંદિર એટલે સ્વામિનારાયણ ધર્મનું સર્વોચ્ચ તીર્થધામ. ભગવાન સ્વામિનારાયણ દ્રારા જ બનાવવામાં આવેલ આ મંદિરના કરોડો હરિભક્તો દેશ વિદેશમાં વસવાટ કરે છે. મંદિરને આ હરિભક્તો દ્રારા રોકડ રકમ દાનમાં આપવામાં આવે છે. તથા મંદિરમાં આવેલ દાનપેટીઓમાં પ્રતિ માસ એવરેજ 50 લાખ રૂપિયાની આવક થતી હતી.

જેનો વાર્ષિક હિસાબ અંદાજીત 6 કરોડ થતો હતો. જયારે દાન બારીએ પણ હરિભક્તો દ્રારા રોકડ રકમ દાનમાં આપવામાં આવતી હતી.
આ સાથે દાનની રકમ 12 કરોડથી પણ વધી જતી હતી. જોકે કોરોનાના કારણે સવા વર્ષથી મંદિરો બંધ રહેતા વડતાલ મંદિરની આવક માંડ 50 લાખ જેટલી જ થઇ છે.

જોકે વડતાલ મંદિરના કોઠારીએ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભલે દાનની આવકમાં ભારે ઘટાડો થતો હોય પણ છેલ્લા સવા વર્ષમાં મંદિર દ્રારા સેવાની ઘણી પ્રવૃત્તિ કરવામાં આવી છે. હજી પણ જુદા જુદા પ્રકારે લોકોની સેવા મંદિર દ્રારા કરવામાં આવી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે, દાન ધર્માદાની આવક ઘટાડો છે. લક્ષ્મીનારાયણ દેવ હાજરા હજૂર છે. જુદી જુદી સેવાઓ અવિરત ચાલુ રહી છે. ભગવાનનો પરચો છે. સામાન્ય રીતે વડતાલ મંદિરમાં દાન પેટીમાં એવરેજ 40થી 50 લાખ આવતા હોય છે જેસવા વર્ષમાં નથી થયા પરંતુ લોકોની શ્રદ્ધામાં વધારો થયો છે.