
સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટે આજે વિધિવત રીતે ચુકાદો આપી ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી આપી છે. તેની સાથે સાથે ટકોર કરી કે, હવે ખાનગી સ્કૂલોએ ટ્યુશન સિવાયની કોઇપણ ફી માટેનો ચાર્જ ન કરવો જોઇએ. આ ઉપરાંત હાઈકોર્ટે સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઇ શકે તેવી ટકોર કરી છે. હાઇકોર્ટનું માનવું છે કે અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે વાલીઓ પાસે કોઇ વધારાની ફી લેવી જોઇએ નહીં. હાઇકોર્ટે આજે આપેલા મહત્વના ચૂકાદામાં વાલીઓ અને સ્કૂલો માટે કેટલાક મહત્વના મુદ્દા ટાંક્યા જેમાં મહામારીમાં વિદ્યાર્થીઓની શિક્ષણની જરૂરિયાત પુર્ણ કરવા મુદ્દે સ્કૂલો અને શિક્ષકોના કામની પ્રશંસા કરાઇ તો મહામારીમાં વાલીઓની કથળેલી સ્થિતિને ધ્યાને રાખીને બિન-નફાકારક પ્રવૃતિ કરવાની ટકોર સ્કૂલોને પણ કરવામાં આવી. આ તરફ વાલીઓએ ફી માફી માટેની પોતાની માગને વળગી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે સુરતનાં વાલીઓ.