કેમરોક કંપનીના પૂર્વ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 5 કરોડની ખંડણી માગવાના કેસમાં સફળતા, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

|

Oct 18, 2020 | 4:19 PM

કેમરોક કંપનીના પૂર્વ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 5 કરોડની ખંડણી માગવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કલ્પેશભાઈને કહ્યું હતું કે, અમે ઇન્દોરથી આવ્યા છે વડોદરામાં તમારા ઘરની પણ જાણકારી છે અમે દુબઈથી જોહર ભાઈ અબ્બાસીના રૂપિયા વસૂલ કરવા આવ્યા છે. તમારી જે કોઈ મિલકત હોય તે તેના નામ ઉપર કરી દો અને […]

કેમરોક કંપનીના પૂર્વ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 5 કરોડની ખંડણી માગવાના કેસમાં સફળતા, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

Follow us on

કેમરોક કંપનીના પૂર્વ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 5 કરોડની ખંડણી માગવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કલ્પેશભાઈને કહ્યું હતું કે, અમે ઇન્દોરથી આવ્યા છે વડોદરામાં તમારા ઘરની પણ જાણકારી છે અમે દુબઈથી જોહર ભાઈ અબ્બાસીના રૂપિયા વસૂલ કરવા આવ્યા છે. તમારી જે કોઈ મિલકત હોય તે તેના નામ ઉપર કરી દો અને તાત્કાલિક પાંચ કરોડ રૂપિયાની એક દિવસમાં વ્યવસ્થા કરો. આવતીકાલે દુબઈથી ફોન આવશે એટલે પૈસા લેવા આવીશું તેમ કહી નાસી છૂટ્યા હતા. જેથી બીજા દિવસે તેઓ વકીલને મળવા જતાં તેમના ઘરે આ ત્રણ ઈસમો ધસી ગયા હતા અને વોચમેનને જણાવ્યું હતું કે કલ્પેશને કહી દેજો દુબઈથી ફોન આવે તો ફોન ઉઠાવવાનો, નહીં તો તમને અને તમારા કુટુંબીજનોને ભારે પડશે. બનાવ અંગે કલ્પેશભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી છે અને તેઓ દુબઇના કોઇ વ્યક્તિ માટે કામ કરે છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article