Kutch : રત્નાપર બન્યું ડિજિટલ અને સુવિદ્યા સભર, CCTVથી સજ્જ છે ગામ

|

Jul 03, 2021 | 12:17 PM

Kutch : શહેરની સાથે-સાથે ગામડામાં પણ વિકાસ થઇ રહ્યો છે. કચ્છના રત્નાપર (Ratnapar )ગામ ડિજિટલ(Digital) અને સુવિધાસભર તરીકે આગળ વધી રહ્યું છે.

kutch :આજનો યુગ ડિજિટલ બની રહ્યો છે. જેમાં ગુજરાતના શહેર તો ડિજિટલ (Digital) અને સુવિધાસભર થઇ રહ્યાં છે પરંતુ ગામડાઓ પણ આ પંથે આગળ વધ્યાં છે. જેમાં કચ્છનું પણ રત્નાપર ગામ સામેલ છે.

કચ્છના રાપરના દુર્ગમ વિસ્તારમાં આવેલું રત્નાપર ગામ ડીઝીટલ અને સુવિદ્યા સભર બન્યું છે. આ ગામના દરેક વિસ્તારમાં સુરક્ષા માટે 16 CCTV કેમેરા લગાવાયા છે. તો ગ્રામજનોને સરકારી યોજના અને જરૂરી માહિતી આપવા માટે સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. ગામની દરેક શેરીમાં આર.સી.સી. રોડ અને પેવરબ્લોક લગાવાયા છે.

વૃક્ષારોપણ કરી ગામને નંદનવન બનાવવામાં આવ્યું છે. ગામ પાણી ક્ષેત્રે સ્વાવલંબી બન્યુ છે. દિવસમાં બે કલાક નિયમીત પાણી આપવામાં આવે છે. કચ્છના હડપ્પન ગામ ધોળાવીરાને અડીને આવેલ ગામે સરકારી યોજનાની મદદથી ગામનો વિકાસ કર્યો છે. બેંક તથા સરકારી શિક્ષણ સુવિદ્યા વધારવા ગ્રામજનોની માંગ છે.

Next Video