Kutch: સરકારી શાળાનું ગૌરવ, ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની કરાઈ INSPIRE સ્કીમ અંતર્ગત થઈ પસંદગી

|

May 24, 2022 | 11:21 PM

ભુજમાં આવેલી સરકારી શાળા ઈન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીને મિત્તલ એ ધોરણ 12 સાયન્સમાં સ્વ પ્રયત્ને 84.61 ટકા (98.33 PR) મેળવ્યા છે. મિત્તલે સાયન્સના પરિણામમાં A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મિત્તલ આ ટકાવારીના આધારે રાજ્ય સરકારની INSPIRE સ્કીમ અંતર્ગત પસંદગી પામી છે.

Kutch: સરકારી શાળાનું ગૌરવ, ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની કરાઈ INSPIRE સ્કીમ અંતર્ગત થઈ પસંદગી
Pride of Government School

Follow us on

Kutch: રાજ્ય સરકાર છેવાડાના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકારી શાળાઓની અત્યાધુનિક માળખાકીય સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આનું ઉત્તમ ઉદાહરણ ભુજની સરકારી શાળાની (Government school) વિદ્યાર્થિની બુચિયા મિત્તલબેન અરવિંદભાઈએ પૂરું પાડ્યું છે. ભુજમાં આવેલી સરકારી શાળા ઈન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીને મિત્તલ એ ધોરણ 12 સાયન્સમાં સ્વ પ્રયત્ને 84.61 ટકા (98.33 PR) મેળવ્યા છે. આ ઉપરાંત, તેમને ગુજકેટમાં પણ 120 ગુણમાંથી 105.5 ગુણ પ્રાપ્ત કર્યા છે. મિત્તલે સાયન્સના પરિણામમાં A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મિત્તલ આ ટકાવારીના આધારે રાજ્ય સરકારની INSPIRE સ્કીમ અંતર્ગત પસંદગી પામી છે.

સાયન્સના અભ્યાસક્રમ પછી તેને ઉચ્ચશિક્ષણ માટે આ યોજના અન્વયે પ્રતિ વર્ષ રૂ. 80,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાની મદદથી મિત્તલ બુચીયા પોતાની આગામી કારકિર્દી ઘડી શકશે. સરકાર દ્વારા યોજના અંતર્ગત ખાસ કરીને ધો.12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓને બેચલર ઓફ સાયન્સના અભ્યાસક્રમ જેવા કે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજીમાં એડમિશન લેવા માટે ફીના ભાગરૂપે પ્રતિવર્ષ રૂ. 80,000ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી સળંગ પાંચ વર્ષના માસ્ટર ઓફ સાયન્સના ઉપરોક્ત વિષયના કોર્સની પસંદગી કરે તો પાંચ વર્ષ સુધી રૂ. 80,000 પ્રતિ વર્ષ સહાય ચૂકવશે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. બી.એન.પ્રજાપતિએ અનુરોધ કરતાં કહ્યું કે, કચ્છની સરકારી તેમજ ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં એડમિશન લઈને આ વર્ષથી શરૂ થનારા JEE/NEETના કોચિંગ કલાસનો લાભ લઈને વિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી બનાવે. આમ, રાજ્ય સરકાર છેવાડાના તેજસ્વી વિદ્યાર્થીઓની દરકાર કરી રહી છે અને તેઓ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણમાં આગળ વધીને પોતાની કારકિર્દી ઘડે તે માટે કટિબદ્રતાનુ આ ઉત્તમ ઉદાહરણ છે. કેમકે શિક્ષકોની ધટ અને સમસ્યા વચ્ચે વિદ્યાર્થીનીએ મેળવેલ ગુણ અને ત્યાર બાદ રાજ્ય સરકારે જે મદદ કરશે તેનાથી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે

Published On - 11:21 pm, Tue, 24 May 22

Next Article