KUTCH : 53 કરોડના ખર્ચે કંડલા દિનદયાલ પોર્ટનું થશે ડીઝીટલાઈઝેશન, પોર્ટની તમામ ગતિવિધિ પર રહેશે ચાંપતી નજર

Deendayal Port Trust નો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પોર્ટ પર અવરજવર કરતા તમામ લોકો તથા વાહનોને ટ્રેક કરી શકાશે. પોર્ટના અધિકારીઓ ડિજીટલ એપની મદદથી તમામ માહિતી મેળવી શકશે.

KUTCH : 53 કરોડના ખર્ચે કંડલા દિનદયાલ પોર્ટનું થશે ડીઝીટલાઈઝેશન, પોર્ટની તમામ ગતિવિધિ પર રહેશે ચાંપતી નજર
Kutch Kandla Deendayal port moves towards digitalization
| Edited By: | Updated on: Jul 23, 2021 | 8:41 AM

KUTCH : કંડલા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ (Deendayal Port Trust)એ મહત્વનો નિર્ણય લીધો છે. હવે RFDI સીસ્ટમથી પોર્ટની તમામ ગતિવિધિઓ પર ડિજીટલ નઝર રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે આગામી 7 વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (Ministry of Science and Technology) તથા સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક લિમીટેડ સાથે કરાર કરવામાં આવ્યા છે. કંડલા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ (Deendayal Port Trust) દ્વારા 53 કરોડના ખર્ચે 6 મહિનામાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પોર્ટ પર અવરજવર કરતા તમામ લોકો તથા વાહનોને ટ્રેક કરી શકાશે. પોર્ટના અધિકારીઓ ડિજીટલ એપની મદદથી તમામ માહિતી મેળવી શકશે.