Kutch: જો આવું થયુ તો બાગાયત ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ ખારેકમાં FPO માટે માર્ગદર્શન અપાયુ, જાણો શુ છે ફાયદા

|

Feb 24, 2022 | 4:38 PM

મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી ફાર્મર્સ પોડુસર આ પ્રકારે FPO બનાવી 8000 ખેડુતોનું જોડાણ બનાવ્યું છે. જેઓ દાડમ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી અને વિવિધ વસ્તુઓનુ યોગ્ય માર્કેટ ભાવે વેચાણ તથા વેલ્યુએડીશન કરી નફો મેળવી રહ્યા છે.

Kutch: જો આવું થયુ તો બાગાયત ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ ખારેકમાં FPO માટે માર્ગદર્શન અપાયુ, જાણો શુ છે ફાયદા
ખારેકમાં FPO માટે માર્ગદર્શન અપાયુ

Follow us on

ગુજરાત અને ભારત ખેત પેદાશોમાં ઉત્પાદનમાં તો અગ્રેસર છે. પરંતુ ખેતીના વિવિધ પાકોમાં  વેલ્યુએડીશન માટે ખેડૂતો સંગઠીત ન હોય ખેડુતોને જોઇએ તેટલુ વડતર મળ્યુ નથી. જો કે ભારતના અનેક રાજ્યોમાં ઘણા ખેડુતોએ FPO ફાર્મસ પોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની રચના કરી મોટા લાભો મેળવ્યા છે. મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી ફાર્મર્સ પોડુસર આ પ્રકારે FPO બનાવી 8000 ખેડૂતોનું જોડાણ બનાવ્યું છે. જેઓ દાડમ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી અને વિવિધ વસ્તુઓનુ યોગ્ય માર્કેટ ભાવે વેચાણ તથા વેલ્યુએડીશન કરી નફો મેળવી રહ્યા છે.

કચ્છમાં પણ બાગાયત ખેતી વિભાગ,નાબાર્ડ સહિતના સ્યુક્ત પ્રયાસોથી FPO થી જોડવા માટેનો પ્રયત્ન કરાયો છે. જેના માટે નિષ્ણાતો દ્વારા ખેડુતોને માર્ગદર્શન સાથે ફાયદાઓ અંગે એક બેઠક યોજાઇ પ્રેરણા અપાઇ હતી. જેમાં બાગાયત વિભાગ,નાબાર્ડ,કાઝરી જેવી ખેતી માટે કામ કરતા વિભાગો સાથે રહ્યા હતા.

શુ છે FPOના ફાયદા

વિવિધ પ્રશ્નોને લઇને ખેડૂતો આમતો સંગઠીત છે. પરંતુ FPO યોજના હેઠળ ખેડુતોએ એક સંગઠન બનાવી કંપની રજીસ્ટ્રરની પ્રક્રિયા કરવાની હોય છે. જેના માટે સરકારના કૃષી અને આ્થીક સહાયને લગતા અનેક વિભાગો મદદ કરે છે. FPO કરવાથી એક તો કૃષી પેદાસ માટે જરૂરી,દવા,ખાતર સહિતની વસ્તુઓ ખેડૂતો એક સાથે ખરીદી કરી પૈસા બચાવી શકે છે. સાથે ક્વોલીટી ગ્રેડના આધારે ખેડુતો ઉંચી કિંમતે પોતાની વસ્તુઓ વહેંચી નફો મેળવી શકે છે. સાથે તેમાંથી વિવિધ બાયોપ્રોડ્કટ તૈયાર કરી પુરતુ માર્કેટ ઉભુ કરી શકે છે સ્યુક્ત બાગાયત નિયામક ફાલગુમ મોઢએ જણાવ્યુ છે. કે ઇઝરાયલ સાથે ટેકનોલોજીની આપલે-સાથે કચ્છમાં ખારેક ઉત્પાદન સતત વધી રહ્યુ છે ત્યારે ખારેકમાં FPO થાય તેવી પ્રયાસો ખેડુતોને સાથી રાખી કરાઇ રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કચ્છમાં ખારેક, દાડમ, કેરીમાં ફાયદો

કચ્છની પ્રખ્યાત કેસર કેરીના વાવેતર સતત વધી રહ્યુ છે સાથે ડીમાન્ડ પણ એવુજ દાડમમા છે. પરંતુ ખારેક કચ્છમા 18,000 હેક્ટરમાં થાય છે જેની સાથે 6000 ખેડુતો જોડાયેલા છે. અને વાર્ષીક 1.75 લાખ ટન ઉત્પાદન થાય છે. પરંતુ કચ્છમાં માત્ર 10 જેટલા લોકો ખારેકમાંથી બાય પ્રોડ્કટ બનાવે છે. તેવામાં જો ખેડતો સંગઠીત થઇ FPO સાથે જોડાય તો કચ્છમાં ધણા બાગાયતી પાકોમાં ખેડુતોને આર્થીક ફાયદો મળી શકે છે.

ખેડૂતો સંગઠીત થાય તો મોનોપોલી ઉભી કરી ગુણવત્તા મુજબ ભાવ મેળવી શકે

ખારેકમાંથી વિવિધ અથણા,ખજુર અને પાઉડર સહિત અનેક વસ્તુઓ બની શકે છે. તેથી જો ખેડૂતો સંગઠીત થાય તો તેઓ મોનોપોલી ઉભી કરી ગુણવત્તા મુજબ ભાવ મેળવી શકે છે. જેના માટે કેન્દ્ર સરકાર 3 વર્ષમાં 18 લાખ જેટલી સહાય આપશે સાથે અન્ય રીતે તેને સંલગ્ન વિભાગો ખેડુતોની મદદ કરશે આમ ટેકનોલોજીની મદદથી ગુણવત્તાયુકત ઉત્પાદન સાથે ખેડુતોજ ટીમવર્કથી સ્વતંત્ર રીતે બધુ નક્કી કરી ફાયદો મેળવી શકશે.

કચ્છમાં સૌથી વધુ 56,000 હેક્ટરમાં બાગાયત પાકોનુ વાવેતર

ગુજરાતમાં પણ જુજ FPO થયા છે. જે પ્રાકૃતિક ખેતીને સંલગ્ન છે. પરંતુ કચ્છમાં સૌથી વધુ 56,000 હેક્ટરમાં બાગાયત પાકોનુ વાવેતર થાય છે. પરંતુ બાયપ્રોડ્કટ કે સંગઠન ન હોવાથી નાના ખેડુતો વધુ આર્થીક નફાથી વંચીત રહી જાય છે તેવામાં ખેડૂતોનુ કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન તૈયાર થાય તેવા પ્રયાસો ખેતીવાડી વિભાગની આગેવાનીમાં શરૂ કરાયા છે. અને આશા છે. કે કચ્છમાં ખેડૂતો તેના લાભ માટે આગળ આવશે.

આ પણ વાંચોઃ Ukraine LIVE: ટિકીટ છે પરંતુ ફલાઇટ રદ્દ થઇ છે, ધડાકાના અવાજ ગુંજી રહ્યા છે, વિદ્યાર્થીએ વર્ણવી યુક્રેનની સ્થિતિ

આ પણ વાંચોઃ Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

Published On - 4:34 pm, Thu, 24 February 22

Next Article