KUTCH :વરસાદ ખેંચાતા અબડાસાના નલિયામાં ટેન્કરથી પાણી આપી પાક બચાવવા ખેડૂતો મજબૂર બન્યા

|

Aug 27, 2021 | 8:06 PM

નલિયામાં ખેડૂતો મગફળીનો પાક બચાવવા માટે ટેન્કર દ્વારા સિંચાઈ કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો કહી રહ્યાં છે કે આ ટેન્કરને એક ફેરા માટે 300 થી 350 રૂપિયા ખર્ચવા પડી રહ્યાં છે.

KUTCH : કચ્છમાં ટેન્કર દ્વારા પાણી આપી પાક બચાવવા ખેડૂતો મજબૂર બન્યા છે. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે પાક બચાવવા માટે ખેડૂતો ટેન્કર દ્વારા પાણી આપી રહ્યા છે. પિયત માટે પૂરતું પાણી ન હોવાથી ટેન્કર દ્વારા ખેડૂતો પાણી આપી રહ્યા છે. મોંઘા બિયારણ ઉપરથી વરસાદ ન આવતા ખેડૂતો પાક બચાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. સરકાર તાત્કાલિક સહાય કરે તેવી પણ માગ ખેડૂતો કરી રહ્યા છે.

નલિયામાં ખેડૂતો મગફળીનો પાક બચાવવા માટે ટેન્કર દ્વારા સિંચાઈ કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો કહી રહ્યાં છે કે આ ટેન્કરને એક ફેરા માટે 300 થી 350 રૂપિયા ખર્ચવા પડી રહ્યાં છે. આગામી 15 દિવસ સુધીમાં સારો વરસાદ પડવાની ખેડૂતોને આશા છે. પણ ત્યાં સુધીમાં મગફળીનો પાક ટકી જાય એ માટે ખેડૂતો વિવિધ ઉપાયો કરી રહ્યાં છે.

જો અગામી 15 દિવસ સુધીમાં વરસાદ નહી વરસે તો ખેડૂતોને મરવાનો વારો આવશે.કચ્છીમાડુઓના આ નિસાસા ઈશ્વર પણ નથી સાંભળતો અને સરકાર પણ નથી સાંભળતી..ગુજરાતમાં વરસાદ ખેચાવા સાથે કચ્છમાં તો વરસાદ કહેવા માત્ર પડ્યો છે. તેવામાં કચ્છના તમામ તાલુકાના ખેડુતો ચિંતીત બન્યા છે.ઓગસ્ટ પુરો થયો અને હવે સપ્ટેમ્બરમાં વરસાદ પડવાની આશા છે. પણ જો એક સપ્તાહમાં મેઘ નહી વરસે તો ખેડૂતો પર દુષ્કાળ અને નુકસાનની ગાજ પડશે તે નક્કી છે.

Next Video