Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત

સરકારની ખેડૂતોને પુરતી વીજળી આપવાની યોજના વચ્ચે કચ્છના બોર્ડર નજીકના નરા ગામે ખેડૂતો અનિયમીત વીજળી મળવાથી મુશ્કેલીમાં છે, અનેક વખત મૌખિક રજુઆતો પછી પણ ઉકેલ ન આવતાં ખેડૂતોએ આ મુદ્દે રવાપર PGVCL કચેરીએ આવેદન આપી રોષ પ્રગટ કર્યો છે

Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત
ખેડૂતોએ રવાપર PGVCL કચેરીએ આવેદન આપી રોષ પ્રગટ કર્યો
| Edited By: | Updated on: Feb 02, 2022 | 6:24 PM

સરકારની ખેડૂતો (Farmers)ને પુરતી વીજળી (Electricity) આપવાની યોજના વચ્ચે કચ્છના છેવાડાના નરા ગામે (Nara village) ખેડૂતો અનિયમીત વીજળી મળવાથી મુશ્કેલીમાં છે. સમસ્યા છેલ્લા બે મહિનાથી છે. પરંતુ મૌખિક અનેક રજુઆતો પછી ખેડૂતોએ આ મુદ્દે રવાપર સ્થિત PGVCL કચેરીએ આવેદન આપી પોતાનો રોષ પ્રગટ કર્યો છે.

નિયમીત અને યોગ્ય વિજ પુરવઠો ન મળતા અથવા સમસ્યા સર્જાતા નરા વિસ્તારમાં ઘણા ખેડૂતોની મોટરો બળી જવાની પણ ઘટનાઓ બની છે. આ તમામ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂત આગેવાન બંતાસિંહે જણાવ્યુ હતું કે વોલ્ટેજનો પ્રશ્ર્ન નહી ઉકેલાય તો ઘણા ખેડૂતોને નુકસાન જશે.

આ અંગે રવાપર PGVCL કેચરીના જુનીયર ઇન્જીનિયર એસ.એચ.સેંધાણી સાથે વાત કરતા તેઓએ બે દિવસ પહેલા જ મુદ્દો ધ્યાનમાં આવ્યુ હોવાનું જણાવી લાઇન લાંબી હોવાથી સમસ્યા સર્જાય છે તેવો સ્વીકાર કર્યો હતો અને આ માટે ટીમ મોકલી હોવાનું જણાવી આ વિસ્તારમાં હાલમાં જ સબ સ્ટેશન બન્યુ હોવાથી ટુંક સમયમાં ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટેની ખાતરી આપી હતી.

કચ્છના બોર્ડર વિસ્તારમાં આવેલા ગામ નરામાં ખેડૂતોએ મહેનત કરી ખેતીને જીવંત રાખી છે. પરંતુ યોગ્ય રીતે વીજળી ન મળતા હવે ખેડૂતો પરેશાન બન્યા છે ત્યારે તેમની સમસ્યા ઝડપથી ઉકેલાય તેવી માંગ છે.

ખેડૂતોએ કરેલી રજુઆતો

નરા ગામના ખેડૂતોને વીજળી પુરા પાડતા PGVCLના સરદાર ફીડરમાંથી 100થી વધુ ખેડુતોના ખેતરમાં વીજળી જાય છે. ખેડૂતોએ રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી ઓછા વોલ્ટેજથી વીજળી મળી રહી છે. વાંરવાર વીજળી આવજા કરે છે. 8 કલાકને બદલે માત્ર 6 કલાક મળે છે. લાઇટની સમસ્યા અંગે પૂછપરછ પછી કર્મચારીઓ તરફથી યોગ્ય જવાબ મળતો નથી અને ફોન બંધ કરી દેવાય છે. નરા ફીડરમાંથી અન્ય જગ્યાએ પણ વીજળી જતી હોવાથી પુરતી વીજળીનો જથ્થો નરાના ખેડુતોને મળતો નથી. યોગ્ય રીતે લાઇનના મેન્ટન્સનું કામ થતું નથી અને લાઇનમાં ફોલ્ટ સર્જાયા બાદ 2 દિવસ બાદ PGVCL દ્વારા કામ શરૂ કરાય છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રાજ્યના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વધારો

આ પણ વાચોઃ નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય