
Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના (Kutch) દરિયાકાંઠા સહિત અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કરવામાં આવ્યું હતું. બિપરજોય વાવાઝોડું 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદરે ટકરાય તેવી શક્યતા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને કારણે દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.
બિપરજોયે ગુજરાતમાં પહેલા આવેલા ચક્રવાતોની યાદ અપાવી છે. છેલ્લા 60 વર્ષમાં પશ્ચિમી તટથી ટકરાતું બિપરજોય ત્રીજું ચક્રવાત છે. દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 37,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં આવેલા વાવાઝોડાની વાત કરીએ તો 1996 અને 1998માં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી. 1998માં 1100થી વધુ લોકોનો જીવ લેવાયો હતો અને 1700થી વધુ લોકો લાપતા થયા હતા.
વર્ષ 1996માં જૂન મહિનામાં આવેલા વાવાઝોડાએ ગુજરાતના 19 જિલ્લામાં તબાહી સર્જી હતી. જેમાં 33 લોકોના જીવ ગયા હતા અને 25 હજારથી વધુ ઘરને નુકસાન પહોંચ્યું હતું.
વર્ષ 1998માં જૂન મહિના દરમિયાન રાજ્યમાં સૌથી ભયાવહ વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી હતી. જેમાં 1100થી વધુ લોકોના મોત થયા હતા અને 1700થી વધુ લોકો લાપતા થયા હતા. માહિતી પ્રમાણે ગુજરાતને એ સમયે 1855 કરોડ જેટલું નુકસાન પહોંચ્યું હતું.
વર્ષ 1998માં આવેલા આ વાવાઝોડાએ દેશભરમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1500થી વધુ લોકો ઘાયલ થયા હતો અને આ ચક્રવાત 8 જૂને આવ્યું હતુ. 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તબાહી એવી હતી કે હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા. વાવાઝોડાએ કચ્છના કંડલા બંદર અને તેની આસપાસના વિસ્તારોમાં તબાહી સર્જી હતી.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:40 pm, Wed, 14 June 23