કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા

|

Dec 13, 2021 | 6:53 PM

આજે 13 ડિસેમ્બરે કચ્છના અલગ-અલગ ગામોમાં કુલ 540 લગ્ન યોજાયા હતા. જેમાં  1080 વર-કન્યાએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આહિર સમાજમાં એકજ દિવસે લગ્ન લેવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા
Samuh Lagna Mahostav of Ahir Samaj in Kutchh

Follow us on

KUTCH : કચ્છમાં આહિર સમાજમાં લગ્નની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે રીતે કચ્છના પ્રાથળીયા આહિર સમાજમાં અંધારી તેરશના એકજ દિવસે લગ્ન યોજાય છે તે રીતે મચ્છોયા આહીર સમાજ પણ વર્ષોથી અનોખી રીતે લગ્ન યોજવાની પરંપરા છે, જે અન્ય સમાજને પ્રેરણા આપે છે.

કચ્છમાં મચ્છોયા આહિર સમાજની વસ્તી ધરાવતા કુલ 64 ગામો છે, જ્યા એકજ દિવસે સમાજના લગ્ન લેવાય છે અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેથી સમાજનો ખર્ચે બચે. આમતો વર્ષોથી લગ્ન એકજ દિવસે યોજવાની પરંપરા આ સમાજમાં વર્ષોથી છે. પરંતુ છેલ્લા 23 વર્ષથી સમાજે સમૂહ લગ્ન અને ભોજન કરવાનું નક્કી કર્યુ હતુ જે આજે પણ સમાજના દરેક લોકો સાથે મળી જાળવી રહ્યા છે.

આજે 13 ડિસેમ્બરે કચ્છના અલગ-અલગ ગામોમાં કુલ 540 લગ્ન યોજાયા હતા. જેમાં  1080 વર-કન્યાએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આહિર સમાજમાં એકજ દિવસે લગ્ન લેવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જો કે એકજ દિવસે અલગ-અલગ લગ્ન આયોજીત થતા હોવાથી સમાજના લોકોનો ખર્ચે પણ વધતો હતો અને સમય પણ તેવામાં સમાજે સાથે મળી સમૂહ લગ્નનુ નક્કી કર્યુ હતુ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

લાભપાંચમના દિવસે સમાજ દ્વારા લગ્ન માટે શુભમુહર્ત નક્કી કરવામાં આવે છે અને તે દિવસે ગામદીઠ લગ્ન સાથે સમૂહમાં ભોજન આયોજીત થાય છે. સમાજના પ્રમુખ તેજાભાઇ આહિરે જણાવ્યુ હતું કે સમાજ દ્વારા ખોટા ખર્ચે બચાવવા માટે આ નક્કી કરવામાં આવ્યું હતું. જેને સંપુર્ણ સમાજે ટેકો આપી 23 વર્ષથી આ રીતે લગ્ન આયોજીત કરી રહ્યા છે. તો સમાજ દ્વારા સમૂહ સમુહ ભોજન માટે નજીવો ખર્ચ દરેક લગ્ન કરનાર પરિવાર પાસે લેવાય છે સામે લાખો રૂપીયાની ભેટ કન્યાઓને અપાય છે. જેનો ફાયદો સમાજને થયો છે. જે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બની શકે.

કચ્છમાં આહિર સમાજમાં અલગ-અલગ દિવસે પરંતુ એકજ દિવસે લગ્ન કરવાની પરંપરા વર્ષોથી છે. પ્રાથળીયા આહિર સમાજમાં તો અંધારી તેરસના દિવસે એક જ દિવસે લગ્ન યોજાય છે. બાકીના દિવસોમાં સમાજના કોઇ લગ્ન પણ થતા નથી તો મછોયા આહિર સમાજ પણ એક જ દિવસે લગ્ન યોજવા સાથે સમુહ લગ્નનુ આયોજન કરવાની અનોખી પહેલને ટકાવી બેઠા છે. ગત વર્ષે કોરોના મહામારીના પગલે લગ્ન આયોજીત થયા ન હતા પરંતુ આજે ચૂંટણીના પડધમ વચ્ચે પણ કચ્છના અનેક ગામોમાં સમૂહમાં 1080 લગ્નો આયોજીત થયા હતા.

આ પણ વાંચો : Bhavnagar : સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજનિષ્ઠા, લગ્ન મંડપમાં વેક્સિનેશનને પ્રાથમિકતા આપી

Next Article