kachch Rain: રાપરનાં ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ભારે પવનથી કાચા મકાનનાં નળિયા ઉડ્યા

|

May 11, 2021 | 10:47 PM

kachch Rain: કચ્છનાં રાપરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને ખેંગારપર, રામવાવ, વજેપર વિસ્તારમાં  અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને કાચા મકાનના નળિયા ઉડી ગયા હતા. 

kachch Rain: કચ્છનાં રાપરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને ખેંગારપર, રામવાવ, વજેપર વિસ્તારમાં  અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને કાચા મકાનના નળિયા ઉડી ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે કમોસમી વરસાદથી સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. તો કચ્છમાં સતત પલટાતા વાતાવરણની અસર કેસર કેરી પડી છે. કચ્છની કેરી બજારમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવે છે. જોકે છેલ્લા 15 દિવસમાં 7 વખત વાતાવરણ પલટાયું છે જેના કારણે અન્ય પાકો સાથે કેરીને પણ અસર થઇ છે.

ખાસ કરીને પવન અને કરા સાથે પડેલા વરસાદથી અંજાર, ભુજ, નખત્રાણા અને ભચાઉમાં કેરીને નુક્સાન ગયું છે. એકતરફ કુદરતી મારથી 25 ટકા મોર ખરી પડ્યો છે બીજીતરફ પૂરતા ભાવ નહીં મળે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. હાલમાં ખેડૂતો વરસાદ ન પડે તેવી આશા સાથે સારા ઉત્પાદન પછી બજારમાં યોગ્ય ભાવની નજર રાખી રહ્યા છે.

સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદથી કેરીના ખેડૂતોની મુશ્કેલી વધી છે. તાલાલાના ભોજદે ગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેરીના પાકને મોટુ નુકસાન પહોંચ્યું. કેરીનો પાક પહેલાથી જ 40 ટકા હતો ત્યાં વાતાવરણે કેરીનો ફરી મોટો ફટકો માર્યો છે. વંથલીમાં પણ વાવાઝોડાથી કેરીનો પાક ખરી પડતા ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી. કચ્છમાં 15 દિવસમાં 7 વાર વાતાવરણમાં પલટો આવ્યો, અંજાર, ભુજ, નખત્રાણા, ભચાઉમાં કેરીને નુકસાન પહોંચતા સારા ભાવ નહીં મળે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

Next Video