કચ્છ પર મેઘરાજા મહેરબાન, પાંચ ડેમ ઓવરફ્લો થતા ખેડુતો ખુશખુશાલ

|

Jul 08, 2020 | 9:52 AM

કચ્છમાં બે દિવસથી પડી રહેલા ધમધોકાર વરસાદને પગલે નાના-મોટા 5 ડેમ છલકાઈ ગયા છે તો 3થી 4 ડેમની સપાટી 98 ટકા સુધી પહોંચી ગઈ છે. માંડવીનો દ્રોણ, અબડાસાનો કંકાવટી, લખપતનો ગોધાતડ, રાપરનો ફતેહગઢ ડેમ ભરાયો છે. માંડવીનો વિજયસાગર ડેમમાં લહેરાતા પાણીને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચી રહ્યાં છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદને પગલે ડેમ ભરાતા ચોમાસુ […]

કચ્છ પર મેઘરાજા મહેરબાન, પાંચ ડેમ ઓવરફ્લો થતા ખેડુતો ખુશખુશાલ
http://tv9gujarati.in/kacch-par-meghra…uto-khushkhushal/

Follow us on

કચ્છમાં બે દિવસથી પડી રહેલા ધમધોકાર વરસાદને પગલે નાના-મોટા 5 ડેમ છલકાઈ ગયા છે તો 3થી 4 ડેમની સપાટી 98 ટકા સુધી પહોંચી ગઈ છે. માંડવીનો દ્રોણ, અબડાસાનો કંકાવટી, લખપતનો ગોધાતડ, રાપરનો ફતેહગઢ ડેમ ભરાયો છે. માંડવીનો વિજયસાગર ડેમમાં લહેરાતા પાણીને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચી રહ્યાં છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદને પગલે ડેમ ભરાતા ચોમાસુ અને શિયાળુ ખેતીને મદદ મળશે. મેઘરાજાની મહેરથી ખેતી અને પશુપાલન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ખુશખુશાલ થઈ ગયા છે.

Next Article