કચ્છમાં વરસાદની તોફાની ઈનીંગથી ઠેરઠેર પાણી ભરાયા, માંડવીનું ટોપણસર તળાવ છલકાયું. માંડવીની રૂકમાવતી નદીમાં પાણી વધતા કોઝવે બંધ કરાયો

|

Jun 22, 2020 | 7:14 AM

કચ્છનાં માંડવીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાતના 12થી વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી પાંચ ઇંચથી વધુ વરસાદ પડી જતા ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. કચ્છના અન્ય તાલુકા અબડાસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. ભુજમાં પણ મોડી રાત્રે બે ઇંચ જેટલો વરસાદ પડતા માંડવીનુ ટોપણસર તળાવ છલકાયું હતું જેને લઈને નિચાણવાળા વિસ્તારોમા […]

કચ્છમાં વરસાદની તોફાની ઈનીંગથી ઠેરઠેર પાણી ભરાયા, માંડવીનું ટોપણસર તળાવ છલકાયું. માંડવીની રૂકમાવતી નદીમાં પાણી વધતા કોઝવે બંધ કરાયો
http://tv9gujarati.in/kacch-ma-varsad-…adaav-chhalkaayu/

Follow us on

કચ્છનાં માંડવીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાતના 12થી વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી પાંચ ઇંચથી વધુ વરસાદ પડી જતા ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. કચ્છના અન્ય તાલુકા અબડાસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. ભુજમાં પણ મોડી રાત્રે બે ઇંચ જેટલો વરસાદ પડતા માંડવીનુ ટોપણસર તળાવ છલકાયું હતું જેને લઈને નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા . વરસાદને પગલે ભુજના મોટાબંધમા પાણીની નવી આવક થઇ હતી. તો,કચ્છના માંડવીમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.રામેશ્વરનગર પશુ દવાખાના તથા આઝાદ ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા તો પશુ દવાખાના નજીક શોર્ટ સર્કિટ થયા બાદ ગાયનું મોત પણ નિપજ્યું હતું , માંડવીની રૂકમાવતી નદીમાં પાણીની આવક વધતા કોઝવેને હાલ બંધ કરાયો છે તો પાણીના સતત પ્રવાહથી નવા બની રહેલા કોઝેવનું કામ પણ ધોવાયું છે.

Next Article