કાળમૂખા કોરોનાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું,રાજકોટ જ નહીં ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં કેસની સાથે મોતની સંખ્યા પણ વધી

|

Aug 06, 2020 | 4:48 PM

સૌરાષ્ટ્રને કોરોનાએ બરાબરનું બાનમાં લીધું છે. કોરોનાના કેસનો અહીં રીતસરનો રાફડો ફાટ્યો છે દિવસે દિવસે સ્થિતિ વણસી રહી છે. યાર્ડો ફરી બંધ થવા લાગ્યા છે.કાળમૂખા કોરોનાએ સૌરાષ્ટ્રને બરાબરનું બાનમાં લીધું છે. અમદાવાદ, સુરત, વડોદરા બાદ જાણે હવે રાજકોટનો વારો હોય તેમ અહીં કોરોનાનું કાળ ચક્ર ફરી રહ્યું છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ ભાવગનર, જામનગર […]

કાળમૂખા કોરોનાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું,રાજકોટ જ નહીં ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં કેસની સાથે મોતની સંખ્યા પણ વધી
http://tv9gujarati.in/kaadmukh-korona-…ona-case-vadhaya/

Follow us on

સૌરાષ્ટ્રને કોરોનાએ બરાબરનું બાનમાં લીધું છે. કોરોનાના કેસનો અહીં રીતસરનો રાફડો ફાટ્યો છે દિવસે દિવસે સ્થિતિ વણસી રહી છે. યાર્ડો ફરી બંધ થવા લાગ્યા છે.કાળમૂખા કોરોનાએ સૌરાષ્ટ્રને બરાબરનું બાનમાં લીધું છે. અમદાવાદ, સુરત, વડોદરા બાદ જાણે હવે રાજકોટનો વારો હોય તેમ અહીં કોરોનાનું કાળ ચક્ર ફરી રહ્યું છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ ભાવગનર, જામનગર અને જૂનાગઢમાં કેસની સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 4 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો રાજકોટમાં 4 દિવસમાં 354 કેસ નોંધાયા, જામનગરમાં 150, જૂનાગઢમાં 140 અને ભાવનગરમાં 218 કેસ નોંધાયા. 4 દિવસમાં કુલ 862 કેસ સામે આવ્યા છે. કોરોનાના વધતા જતા કેસને લઈને જામનગરનું હાપા માર્કેટ યાર્ડને ફરી બંધ કરવાની ફરજ પડી છે. યાર્ડમાં હરાજીથી લઈ તમામ કામકાજ 4 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે.આ રીતે કોરોના હવે સૌરાષ્ટ્રમાં માથું ઉંચકી રહ્યો છે. કેસની સાથે મોતના આંકડા પણ વધી રહ્યા છે. લોકો ડરી રહ્યા છે ત્યારે લોકોને હવે સાવધાની રાખવી પડશે. સતર્કતા અને સાવધાનીથી જ હારશે કોરોના.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Published On - 4:48 pm, Thu, 6 August 20

Next Article