જુનાગઢમાં નવતર પ્રયોગ : અશક્ત વૃદ્ધોને શ્રવણ વેક્સિન રથ દ્વારા ઘરે જઈને વેક્સિન આપવામાં આવશે

|

Sep 25, 2021 | 10:28 PM

Shravan vaccine Rath : તમામ સીનીયર સિટિઝન રસીથી રક્ષણ મેળવે તે હેતુંથી શ્રવણ વેક્સિન રથની શરૂઆત કરવામાં આવી છે.

JUNAGADH : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે જૂનાગઢમાં તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે… અહીં શ્રવણ વેક્સિન રથને લીલી ઝંડી આપવામાં આવી હતી.ભાજપના પદાધિકારીઓ અને મનપાના દ્વારા શ્રવણ વેક્સિન રથ બનાવવામાં આવ્યો છે.શહેરના 15 વોર્ડમાં રહેતા વૃદ્ધો કે, જે રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવામાં અશક્ત છે તે લોકોને તેના ઘરે જ રસી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.તમામ સીનીયર સિટિઝન રસીથી રક્ષણ મેળવે તે હેતુંથી શ્રવણ વેક્સિન રથની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. વધુમાં વધુ લોકો રસી લે અને કોરોના સામે રક્ષણ મેળવે એ માટે તમામ જિલ્લા પ્રશાસન અને રાજ્યનું આરોગ્ય વિભાગ શક્ય તમામ પગલાઓ લઇ રહ્યાં છે. રાજ્યમાં આજે 25 સપ્ટેમ્બરે 5 લાખ કરતા વધુ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 5 કરોડ 93 લાખ 80 હજાર 142 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : PM Modi UNGA: પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું, અફઘાનિસ્તાન પર પણ બોલ્યા, જાણો UNમાં વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો

આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો

Next Video