Junagadh: સક્કરબાગ ઝૂના ઈતિહાસમાં સિંહની પ્રથમ સર્જરી કરવામાં આવી, નેત્રમણી આરોપણથી સિંહને મળી નવી દ્રષ્ટિ

|

May 08, 2022 | 5:59 PM

Junagadh: સક્કરબાગ ઝૂના ઈતિહાસમાં સિંહની પ્રથમ સર્જરી કરવામાં આવી છે. જયાં જંગલના રાજાને નેત્રમણી બેસાડી નવી દ્રષ્ટિ આપવામાં આવી છે.

Junagadh: સક્કરબાગ ઝૂના ઈતિહાસમાં સિંહની પ્રથમ સર્જરી કરવામાં આવી, નેત્રમણી આરોપણથી સિંહને મળી નવી દ્રષ્ટિ
Lion undergoes surgery

Follow us on

Junagadh: સક્કરબાગ ઝૂના (Sakkarbag Zoo) ઈતિહાસમાં સિંહની પ્રથમ સર્જરી (Lion surgery) કરવામાં આવી છે. જયાં જંગલના રાજાને નેત્રમણી બેસાડી નવી દ્રષ્ટિ આપવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો, થોડા સમય પહેલા ગીરના જામવાળા રેન્જ (Jamwala range) વિસ્તારમાં એક સિંહની દ્રષ્ટિ જતી રહી હતી. આ સિંહને રેસ્ક્યુ કરી (Lion rescue) તપાસ કરતા તેને કંઈ દેખાતું ન હોવાનું સામે આવ્યું હતું. કારણ સામે આવતા જ આ સિંહની નેત્રમણી ફિટ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં અન્ય એક સિંહનું કુદરતી મોત થતા પીએમ બાદ તેની આંખ કાઢી તેનું માપ અને અન્ય વિગતો મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. અને ત્યાંથી તે માપની નેત્રમણી આવતા સિંહમાં આરોપણ કરવામાં આવી હતી.

ડો. રીયાઝ કડીવાર, વેટરનરી તબીબ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ ઓપરેશન કરવાનુ કરવામાં આવ્યું હતું. દ્રષ્ટિહીન બનેલા સિંહની નેત્રમણી બેસાડવાનું કામ અને તેનું માપ લેવાનું કામ ખૂબ અઘરૂ હતું. પણ અંતે ટીમ દ્વારા આ ઓપરેશનનો પ્રોગ્રામ સફળ બનાવવામાં આવ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

22 મેએ સાવજ દૂધ સંઘની ચૂંટણી યોજાશે

જૂનાગઢમાં સાવજ દૂધ સંઘની ચૂંટણીને લઈ ભાજપના બે જૂથ વચ્ચે થયેલા વિવાદનો અંત આવી ગયો છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી જાવીયાએ યુટર્ન લીધો છે. દૂધ સંઘની ચૂંટણી લડવા માટે સાંસદ રાજેશ ચુડાસમાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. હવે સાંસદ રાજેશ ચુડાસમા સાવજ દૂધ સંઘની ચૂંટણી લડશે. જિલ્લાના સિનિયર આગેવાનોએ મધ્યસ્થી થઈ મામલો શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાંસદ રાજેશ ચુડાસમા સામે ડેરી પર કબજો મેળવવા ખોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે આરોપ લગાવ્યા હતા.

Published On - 5:58 pm, Sun, 8 May 22

Next Article