JUNAGADH : વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં 19 વર્ષથી કામ કરતા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યાં

|

Aug 25, 2021 | 6:34 PM

છુટા કરવામાં આવેલા કર્મચારીઓ પોતાની માગ સાથે ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમનું કહેવું છે કે છેલ્લા 19 વર્ષથી તેમનું શોષણ કરવામાં આવ્યું છે.

JUNAGADH : વિસાવદર માર્કેટીંગ યાર્ડ સામે યાર્ડના કર્મચારીઓ ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયા છે.. તેઓ છેલ્લા દોઢ દાયકા કરતા વધુ સમયથી યાર્ડમાં નોકરી કરતા હતા અને યાર્ડના કાયમી કર્મચારીઓ હતા.તેમ છતાં યાર્ડના સત્તાધીશોએ તેમને છુટા કરી દેતાં તેમણે યાર્ડ સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે યાર્ડના ચેરમેને સગાવાદ કરી પોતાના લોકોને નોકરી આપી છે અને વર્ષોથી યાર્ડમાં નોકરી કરતા કર્મચારીઓને છુટા કર્યા છે.તેમનું કહેવું છે કે, આ મામલે તેમણે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

છુટા કરવામાં આવેલા કર્મચારીઓ પોતાની માગ સાથે ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમનું કહેવું છે કે છેલ્લા 19 વર્ષથી તેમનું શોષણ કરવામાં આવ્યું છે. વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેક્ટર અને દરેક પદાધિકારીને મૌખિક રજૂઅતો પણ કરી હતી કે હવે તેમની ઉમર વધી ગઈ છે અને હવે તેમની પાસે કોઈ બીજો વિકલ્પ પણ નથી. આ કર્મચારીઓએ માગ કરી હતી કે છેલ્લા 19 વર્ષ જેમ નોકરી કરી એમ તેમની નોકરી શરૂ રાખવામાં આવે.

આમ છતાં વિસાવદર માર્કેટીંગ યાર્ડના પદાધિકારીઓએ આ કર્મચારીઓને છુટા કરી, તેમની સાથે પૂર્વાગ્રહ રાખી અને પાછળથી સગાવાદ ઉભો કરી અને તેમના ચોક્કસ વ્યક્તિઓને નોકરી પર રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : Gir Somnath : લોક સુનાવણીનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો, ગેસ પાઈપ લાઈન ખેતરોમાંથી પસાર થવાને લઇને નારાજગી

આ પણ વાંચો : SURAT : ડીંડોલી અને પાંડેસરાના ઘરફોડ ચોરી અને અપહરણના કેસમાં SOGએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા

Next Video