Junagadh: જિલ્લા સહકારી બેંક અને જિલ્લા દૂધ સંઘ ડેરીનો વિવાદ, એક નેતા એક હોદ્દાની ફરિયાદ બાદ ચાર હોદ્દેદારોનું મંગાયું રાજીનામું

|

Jun 03, 2022 | 7:44 PM

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જિલ્લા દૂધ ઉત્તપાદક સંઘમાં એક જ નેતા પાસે એકથી વધુ હોદ્દા મુદ્દે વિવાદ સર્જાયો છે. ભાજપના એક જૂથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને એક નેતા, એક હોદ્દા મુદ્દે રજૂઆત કરી હતી.

Junagadh: જિલ્લા સહકારી બેંક અને જિલ્લા દૂધ સંઘ ડેરીનો વિવાદ, એક નેતા એક હોદ્દાની ફરિયાદ બાદ ચાર હોદ્દેદારોનું મંગાયું રાજીનામું
Junagadh District dairy

Follow us on

Junagadh: જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જિલ્લા દૂધ ઉત્તપાદક સંઘમાં એક જ નેતા પાસે એકથી વધુ હોદ્દા મુદ્દે વિવાદ સર્જાયો છે. ભાજપના એક જૂથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને એક નેતા, એક હોદ્દા મુદ્દે રજૂઆત કરી હતી. જે બાદ ભાજપે રાજેશ ચુડાસમા સહિત ચાર હોદ્દેદારોના રાજીનામા માગતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. રાજીનામા મુદ્દે ડેરીના વાઈસ ચેરમેન રાજેશ ચુડાસમાએ કહ્યું કે, એક નેતા એક હોદ્દોના નિયમ મુજબ ફરિયાદ થઈ છે. આગામી સમયમાં બંને પક્ષોની વાત સાંભળી પ્રદેશ દ્વારા આ અંગે નિર્ણય લેવાશે.

ક્રાઇમ બ્રાંચે 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યકિતની ધરપકડ કરી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાતના જૂનાગઢમાંથી વધુ એકવાર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.ક્રાઈમ બ્રાંચની ટીમે મજેવડી દરવાજા પાસેથી 55 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે સાગર ઉર્ફે સાગરો રાઠોડ નામના શખ્સે ઝડપી લીધો છે. જેમાં ક્રાઈમ બ્રાંચે 5 લાખ 50 હજારની કિંમતના ડ્રગ્સ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ મુંબઈના સાગર ખાન ઉર્ફે સાગર દાદા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાંથી પણ SOG એ 66.90 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડયું

આ ઉપરાંત રાજકોટમાંથી પણ SOG એ 66.90 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડયું છે. જેમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. એસઓજીએ મનહર પ્લોટ શેરી 2માંથી યોગેશ બારભાયા નામના શખ્સની ધરપકડ કરીને પોલીસે 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ઉપરાંત મંગળવારે અમદાવાદમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીઓ ચાની કીટલી અને રસોઈ વ્યવસાયમાંથી બહાર નીકળી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડ્યા હતા. આ આરોપીઓ પાસેથી તપાસ કરતા અમદાવાદ 42 લાખની કિંમતનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

Published On - 7:44 pm, Fri, 3 June 22

Next Article