Junagadh : નરસિંહ મહેતા યુનિવર્સિટીની ટીમને મળી મોટી સફળતા, ગિરનારના જંગલમાં મળી માંસાહારી વનસ્પતિ

| Edited By: | Updated on: Aug 28, 2021 | 1:33 PM

જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સીટીના લાઈફ સાયન્સની ટીમ દ્વારા ગીરનાર સર્વે કરતા યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી માંસાહારી વનસ્પતિ નજરે પડી હતી.

Junagadh : શહેરની નજીકમાં આવેલ ગીરનાર પર્વત ધાર્મિક મહત્વ તો ધરાવે છે. સાથે અલભ્ય એવી વનસ્પતિઓનું હબ ગણાય છે. અહી અનેક દુર્લભ વનસ્પતિનો ભંડાર છે. હાલ ગીરનારમાંથી અલભ્ય એવી યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી માંસાહારી વનસ્પતિ મળી આવી છે.

યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સીટીના લાઈફ સાયન્સની ટીમ દ્વારા ગીરનાર સર્વે કરતા યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી માંસાહારી વનસ્પતિ નજરે પડી હતી. આ વનસ્પતિ દેશમાં માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળતી. હવે ગુજરાત અને ખાસ કરીને ગીરનારમાં જોવા મળી છે. આ વનસ્પતિને કાર્નીવોર્સ પણ માનવામાં આવે છે.

આ વનસ્પતિને માંસાહારી વનસ્પતિ માનવામાં આવે છે. આ વનસ્પતિ વિદેશોમાં ખુબ જોવા મળે છે અને મોટા પ્રમાણમાં તેનો ગ્રોથ જોવા મળે છે. હાલ વરસાદ ઓછો છે એટલે ખુબ ઓછી જોવા મળી છે. મોટા ભાગની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. જયારે આ વનસ્પતિનો ખોરાક નાના જીવજંતુ છે. તેથી તેને કારનીવોર્સ વનસ્પતિ માનવામાં આવે છે.

માનવ જીવનમાં તેની ઉપયોગીતા વિષે હાલ સંશોધન ચાલુ છે. પણ પર્યાવરણની દ્રષ્ટીએ આ વનસ્પતિનું ખુબ મહત્વ રહેલું છે. જોવા જઈએ તો જીવાણું વનસ્પતિને ખાતા હોય છે. જ્યારે યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી વનસ્પતિ જીવાણુંને ખાય છે. તેના મુળમાં સફેદ કોથળી જેવા જોવા મળે છે.અને તેમાં તે જીવાણું ખાય છે. તેની ઓળખ ફલાવરીંગ પરથી થાય છે. હાલ વરસાદ ઓછો હોય ફલાવરીંગ જોવા મળતું નથી. ત્યારે જુનાગઢની નરસિંહ મેહતા યુનિવર્સીટી લાઈફ સાયન્સ ભવનની ટીમને મોટી સફળતા મળી છે.