JUNAGADH : તીડના આક્રમણ અંગે જુનાગઢ કૃષિ યુનિ. નિષ્ણાતોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું

|

Jul 17, 2021 | 9:16 AM

જો તીડ ત્રાટકે (locust attack) તો તીડનો કેવી રીતે સામનો કરવો અને કેવી રીતે તેની સામે રક્ષણ મેળવવું વગેરે જેવા મુદ્દાઓ પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (junagadh agricultural university) ના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.

JUNAGADH : રાજ્યમાં ગત્ત વર્ષે તીડના આતંકથી ખેડૂતો હેરાન પરેશાન બન્યા હતા અને તીડે ખેતીમાં મોટાપાયે વિનાશ વેર્યો હતો ત્યારે ચાલુ વર્ષે જો તીડ ત્રાટકે (locust attack) તો તીડનો કેવી રીતે સામનો કરવો અને કેવી રીતે તેની સામે રક્ષણ મેળવવું વગેરે જેવા મુદ્દાઓ પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (junagadh agricultural university) ના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. કૃષિ નિષ્ણાતોની ખેડૂતોને અપીલ છે કે જો તીડ (locust) આવે તો ઢોલ નગારા અને પતરાના ડબ્બાનો અવાજ કરીને તીડને ભગાવી શકાય છે. સાથે જ ફટાકડાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય રાત્રીના સમયે તીડ પર કેરોસીનનો છંટકાવ કરીને પણ ભગાડી શકાય છે…ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખેડૂતોને તીડના ત્રાસથી રાહત મળી છે.

Next Video