સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને વાવાઝોડાની આગાહી, કેરી સહિત ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થશે

|

May 10, 2022 | 4:40 PM

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં (Coastal area) બે દિવસ બાદ માવઠું અને વાવાઝોડાની આગાહી કરવામાં આવતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. 13 તારીખે વાવાઝોડા (storm) સાથે માવઠાની શકયતાના પગલે જૂનાગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને વાવાઝોડાની આગાહી, કેરી સહિત ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થશે
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં (Coastal area) બે દિવસ બાદ માવઠું અને વાવાઝોડાની આગાહી કરવામાં આવતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. 13 તારીખે વાવાઝોડા (storm) સાથે માવઠાની શકયતાના પગલે જૂનાગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ કેરીની સિઝનમાં એક તરફ કેરીનું ઉત્પાદન મોડું છે. ત્યારે માવઠાની મોકાણ વચ્ચે કેરીના પાકને સાચવવો કયાં તેને લઈ સવાલો ઉભા થયા છે. જો માવઠું થશે તો ખેડૂતોની માઠી દશા (Damage to farmers) થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા કેરી ઓછી જોવા મળી રહી છે. ત્યારે જો આ માવઠું થાય તો કેરી સહિત ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે.

મહત્વનું છે કે, જો આ માવઠું થશે તો ખેડૂતોને કેરી સહિત ઉનાળુ પાકને વહેલી તકે સલામત જગ્યાએ ખસેડવો પડશે. જેથી પાકને નુકસાન થતા અટકાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ મે મહિનામાં “તાઉતે” વાવાઝોડું આવ્યું હતું. ત્યારે ભારે પવનથી અનેક પાક સાથે આંબાના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કેશોદમાં લોકડાયરામાં એક કરોડથી વધારે રૂપિયાનો વરસાદ

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આયોજીત લોકડાયરામાં (Lok Dayro) એક કરોડથી વધારે રૂપિયાનો વરસાદ થયો હતો. ગુજરાતી કલાકાર ઉર્વશી રાદડિયા (Urvashi Radadia), માયાભાઈ આહીર (Mayabhai Ahir), બીરજુ બારોટ (Birju Barot) પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કરોડો રૂપિયાની નોટો ઉડતા સ્ટેજ પર રૂપિયાના ઢગલા થઈ ગયા હતા. લોકોએ મન મૂકીને લોકડાયરામાં ચલણી નોટો ઉડાવી હતી. ગુજરાતી કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવતા 25 હજારથી વધુ લોકોએ ડાયરો માણ્યો હતો. મહત્વનું છે કે, આહીર યુવા મંચ તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Article