Junagadh: લૂંટેરી દુલ્હનની કળાનો આખરે અંત, લગ્ન કરીને છેતરપીંડી કરવા જતા પોલીસ છટકામાં 5 જણા ઝડપાયા

|

Mar 17, 2021 | 12:05 PM

જૂનાગઢના (Junagadh) યુવાન સાથે લગ્ન કરીને છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન સાથે 5 આરોપીઓને જૂનાગઢ (Junagadh) પોલીસે પકડી પાડયા છે.

જૂનાગઢના (Junagadh) યુવાન સાથે લગ્ન કરીને છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન સાથે 5 આરોપીઓને જૂનાગઢ (Junagadh) પોલીસે પકડી પાડયા છે. પકડાયેલા આરોપીઓ ભરત રાજગોર અને અનિરુદ્ધસિંહ આ પ્રકારનું રેકેટ ચાલવતા હોવાની હકીકત જૂનાગઢ પોલીસને મળતા પોલીસે છટકું ગોઠવીને લૂંટેરી દુલ્હન સહીત 5 આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્વયાહી હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે છટકું ગોઠવીને રાજકોટના પોપટપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં આરોપી ભરત રાજગોર સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા લુટરી દુલ્હન ભગવતી ઉર્ફે અંજલિ અને તેની માતા ધનુબેન કુબેર નગર અમદાવાદ તેમજ અનિરુદ્ધસિંહ ઉખારલા ગામ ઘોઘા જિલ્લોભાવનગરમાં રહેતા હોય તેવો રાજકોટ મુકામે આવવા રવાના થયા હતા.જે રાજકોટ આવતાની સાથે પોલીસે તમામને ધર દબોચી લીધા હતા અને સમગ્ર લૂંટેરી ગેંગનો પર્દાફાશ થયો હતો. લગ્ને લગ્ને કુંવારી ભગવતી ઉર્ફે અંજલિ અને અન્યા 5 આરોપીઓને જૂનાગઢ પોલીસ મથકમાં લાવીને આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

Next Video