Junagadh: મહાશિવરાત્રીનો મેળો રદ કરાયો, કોરોનાની સ્થિતિના પગલે વહીવટી તંત્રએ લીધો નિર્ણય

|

Mar 01, 2021 | 5:46 PM

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં (Junagadh) શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, જીલ્લા કલેકટર, એસપી, ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓ સાધુ સંતોએ કલેકટર કચેરીમાં હાજરી આપી હતી.

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં (Junagadh) શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, જીલ્લા કલેકટર, એસપી, ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓ સાધુ સંતોએ કલેકટર કચેરીમાં હાજરી આપી હતી. જેમાં વહીવહી તંત્ર દ્વારા ચાલુ વર્ષે મહાશિવરાત્રી મેળો રદ કરવામાં આવ્યો છે. શિવરાત્રી મેળામાં માત્ર સાધુ સંતો પરંપરા જાળવી રાખશે. કોરોના નિર્દેશ મુજબ સાધુ સંતો પરંપરા જાળવશે. ધ્વજારોહણ, રવાડી, શાહી સ્નાન વગેરે પરંપરાગત પૂજા વિધિ માત્ર સાધુ સંતો દ્વારા જ કરવામાં આવશે. સામાન્ય જનતા માટે રહેશે પ્રવેશબંધી, સાધુ સંતો દ્વારા પણ લોકોને ઘરમાં રહીને શિવરાત્રી ઉજવવા અપીલ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: Rajkot: મત ગણતરી માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Next Video