Junagadh lion: વધતા કોરોના સંક્રમણ વચ્ચે વન વિભાગનો આદેશ, સિંહોમાં રોગની તપાસણી કરવા સૂચના

|

May 03, 2021 | 1:05 PM

Junagadh Lion: જૂનાગઢમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે વનતંત્રે વિવધ વિસ્તારોમાં આદેશ આપ્યો છે કે ગીર જંગલ, રેવન્યુ વિસ્તારમાં સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ કરવામાં આવે. સિંહોમાં શરદી, લાળ પડતી હોય કે વધુ સમય ઉંઘતા રહેતા હોય તો તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

Junagadh Lion: જૂનાગઢમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે વનતંત્રે વિવધ વિસ્તારોમાં આદેશ આપ્યો છે કે ગીર જંગલ, રેવન્યુ વિસ્તારમાં સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ કરવામાં આવે. સિંહોમાં શરદી, લાળ પડતી હોય કે વધુ સમય ઉંઘતા રહેતા હોય તો તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જરૂર જણાય તો  વેટરનરી તબીબ દ્વારા સારવાર અપાવવા પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ રોગની અસર પ્રાણીઓ પર તો પડી નથી રહીને તેની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી સિંહોની તબિયતને લઈ સરકાર સતત ચિંતા કરતી રહી છે કેમકે સિંહોનાં મોતને લઈ અવારનવાર સમાચાર આવતા રહે છે. ગુજરાતમાં સિંહોનાં મોત પર અનેક સવાલ પણ ભૂતકાળમાં ઉઠી ચુક્યા છે. ત્યારે ગુજરાતનું વન તંત્ર હાલમાં ચાલી રેહલા કોરોનાનાં પગલે કોઈ રિસ્ક નથી લેવા માંગતુ અને તેમણે સિંહોની તપાસ કરવા માટે સૂચના આપી છે.

જણાવવું રહ્યું કે જુનાગઢ અને તેની આસપાસનાં વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે અને આ સંક્રમણ જંગલ સુધી ન વિસ્તરે કે માટે વન વિભાગે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. વન વિભાગની સુચના પ્રમાણે હવે સ્ટાફ દ્વારા સિંહોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાનાં અત્યાર સુધીમાં કુલ 4 લાખ 40 હજાર 276 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે તો પાછલા એક વર્ષમાં ગુજરાતમાં કુલ 7 હજાર 508 દર્દીઓએ સારવાર દરમિયાન જ જીવ ગુમાવ્યો છે. કોરોનાની આ મહામારી વચ્ચે રાજ્યમાં કુલ 1 લાખ 27 હજારથી વધુ લોકોએ રસી લીધી છે.

સમગ્ર રાજ્યની સાથે હવે અમદાવાદ શહેરની સ્થિતિ પર એક નજર કરીએ તો,,અમદાવાદમાં કુલ 4 હજાર 744 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 4 હજાર 683 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ 61 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 27 દર્દીઓના મોત નિપજ્યા છે. શહેરમાં 3 હજાર 510 દર્દીઓ દિવસ દરમિયાન સાજા થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Published On - 1:00 pm, Mon, 3 May 21

Next Video