Junagadhનાં ડેરી માલિક 11 વર્ષથી ચલાવી રહ્યા છે પ્લાસ્ટીક મુક્ત અભિયાન, જાણો કઈ રીતે બન્યુ શક્ય

|

Feb 07, 2021 | 12:53 PM

અનેક લોકો એવા હોય છે તેઓ પોતાના ધંધા-રોજગારમાં સામાન્ય ફેરફાર કરીને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત બનાવતા હોય છે. આવા જ એક વ્યક્તિની આજે વાત કરીએ તો Junagadhનાં કેશોદના અગતરાય ગામમાં તેમની ડેરી છે.

અનેક લોકો એવા હોય છે તેઓ પોતાના ધંધા-રોજગારમાં સામાન્ય ફેરફાર કરીને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત બનાવતા હોય છે. આવા જ એક વ્યક્તિની આજે વાત કરીએ તો Junagadhનાં કેશોદના અગતરાય ગામમાં તેમની ડેરી છે. દિવ્યેશ કુવાડિયા નામના આ ડેરી માલિકે પાંચ વર્ષ પહેલા જ પ્લાસ્ટિક મુક્ત ડેરીનો સંકલ્પ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી તેઓ ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલીમાં દૂધ નથી આપતા. પ્લાસ્ટિકની થેલીઓના કારણે જમીનનું પ્રદૂષણ થતું હતું અને ઘણીવાર રસ્તા પરનું પ્લાસ્ટિક ગાયો ખાઈ જતી હતી જેના કારણે તેમના મોત થવાની પણ ઘટનાઓ પણ ઘટતી હતી જેને પગલે ડેરીના માલિકે સંકલ્પ કર્યો કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે.  તેમના આ કાર્યમાં ગ્રામજનોએ પણ સહકાર આપ્યો. આમ છેલ્લા 11 વર્ષથી ડેરી ચલાવતા દિવ્યેશભાઈએ એક સાચા નાગરિક તરીકેની ફરજ અદા કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

Next Video