જુઓ વિડીયોઃ વારંવાર રિસાઈ જતી વીજળીના ઉકેલમાં કરેલો જૂગાડ સફળ રહ્યો, ટ્રેકટરના એન્જિનથી ચલાવાય છે ઘંટી

|

Jan 16, 2021 | 3:23 PM

ભારતીયો સતત સતાવતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જુગાડ કરતા હોય છે. અને તેમનો જુગાડ સફળ પણ રહેતો હોય છે. ભારતીયો દ્વારા કરાતો જૂગાડ એ દેશી ટેકનોલોજીની ગરજ સારે છે. આવો જ એક જુગાડ ભરૂચના છેવાડાના ગામે ઘંટીના માલિકે કર્યો છે. ગામમાં અવારનવાર રિસાઈ જતી વિજળીથી ઘંટી બંધ રહેતી હતી. અને તેના કારણે અનેક લોકોને […]

ભારતીયો સતત સતાવતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જુગાડ કરતા હોય છે. અને તેમનો જુગાડ સફળ પણ રહેતો હોય છે. ભારતીયો દ્વારા કરાતો જૂગાડ એ દેશી ટેકનોલોજીની ગરજ સારે છે. આવો જ એક જુગાડ ભરૂચના છેવાડાના ગામે ઘંટીના માલિકે કર્યો છે. ગામમાં અવારનવાર રિસાઈ જતી વિજળીથી ઘંટી બંધ રહેતી હતી. અને તેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલી અનુભવવી પડતી હતી. ગામડામાં વારવાંર જતી રહેતી વીજળીનો ઉકેલ લાવવા માટે ઘંટીના માલિકે ટ્રેકટરના એન્જિન ઉપર ઘંટી ચાલુ કરવા કરેલ જુગાડરૂપી સાહસ સફળ રહ્યો. આજે તેઓ વીજળીને બદલે ટ્રેકટરના એન્જિન ઉપર જ ઘંટી ચલાવીને ગ્રામ્યજનોને અનાજ દળી આપે છે.

ટ્રેકટર ખેતર ખેડતા જોયા હશે પણ જંબુસરના કલક ગામમાં ટ્રેકટરથી અનાજ દળવામાં આવે છે. દૌલતસિંહ રાજ નામના ફલોરમીલ સંચાલકે જુગાડુ ટેક્નોલોજીની મદદથી ટ્રેકટર દ્વારા અનાજ દળવાની શરૂઆત કરી છે. ગામમાં વારંવાર ખોરવાતા અને ઓછા દબાણથી મળતાં વીજપુરવઠાની સમસ્યાનો હલ કાઢવા વીજળીની મદદવીના અનાજ દળવા જુગાડ કર્યો છે.  દૌલતસિંહ રાજ જણાવી રહ્યા છે કે ૧ કવીન્ટલ અનાજ દળવા તેમણે ૪ લીટર ડીઝલ વાપરવું પડે છે પરંતુ તે સામે તેમનો દાવો છે કે સામાન્ય અનાજ દળવાની ઘંટી ૧૦ હોર્સપાવર ઉપર ચાલે છે જયારે તેઓ ટ્રેક્ટરની ૨૪ હોર્સ પાવરની શક્તિ કામે લગાડી વધુ બળથી ઘંટી ચલાવે છે. જુગાડથી હવે ઘંટી અચાનક બંધ થઈ જવી, વીજ પુરવઠો ન મળે તો કામ અટકી જવું અને ગણતી અચાનક બંધ થાય તો લોટની ગુણવતા બગાડવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

આ પણ વાંચોઃકંગના મુંબઈ આવે તે પહેલા પહોંચ્યા બુલડોઝર, BMCની ટીમે કંગનાની ઓફિસ તોડી, કંગનાએ ટ્વીટ કરીને કહ્યુ, ઓફિસ મારા માટે રામ મંદિર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 7:12 am, Wed, 9 September 20

Next Video