રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર-જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન

|

Oct 08, 2021 | 11:47 PM

આગામી સમયમાં ફરી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના સંકલ્પને પરિપુર્ણ કરવા આજે સમગ્ર રાજ્યમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર-જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન
Jan Ashirwad Yatra organized in Jamnagar city-district under the chairmanship of Minister Kirit Singh Rana

Follow us on

JAMNAGAR : ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા જામનગર શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળો પર જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ નગારા તથા ફુલ હાર વડે ગામે ગામ લોકોએ મંત્રીશ્રીને ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો.

વનમંત્રી કિરીટસિંહે 7 ઓક્ટોબરના રોજ કાલાવડ તાલુકાના ખંઢેરા, હરિપર, શિતલામાતા મંદિર કાલાવડ, શીશાંગ, નિકાવા, નાનાવડાળા, ડેરી, ખરેડિ, ભાવાભી ખીજડીયા, ટોડા, નવાગામ, જામજોધપુર તાલુકાના સડોદર, સમાણા, લાલપુર તાલુકાના ખટીયા, વડપાંચસરા, પીપરટોડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જયારે આજરોજ 8 ઓક્ટોબરના રોજ જામનગર શહેરના ખંભાળિયા બાયપાસ, ગુલાબનગર પેટ્રોલ પમ્પ, ચેમ્બર ઓફ કોમર્સ, વોર્ડ નં.10/12 , સુભાષચંદ્ર બ્રીજ, ત્રણ દરવાજા, ગ્રેઈન માર્કેટ, સૌરાષ્ટ્ર એમ્પોરિયમ, ચેતન પેપર માર્ટ, ચાંદી બજાર સ્થિત દેરાસર, ચાંદી બજાર, માંડવી ટાવર, હવાઈ ચોક, ખીજડા મંદિર, પવન ચક્કી, ઓસવાળ હોસ્પિટલ, રણજીતનગર, પ્રણામી સ્કુલ સર્કલ, રોજી પેટ્રોલ પંપ, સત્યમ કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક, ઓમ ટ્રેનિંગ સેન્ટર, મહેર સમાજની વાડી, રિલાયન્સ પેટ્રોલ પંપ, શિવમ પેટ્રોલ પંપ, જોગસ પાર્ક, ડોમિનોઝ પિઝા પાસે, ડી.કે.વી. સર્કલ, અંબર ચોકડી, આણદાબાવા સેવા સંસ્થા, લાલબંગલા સર્કલ ખાતે જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી સમાજના શ્રેષ્ઠીઓ, સંતો મંહતો તેમજ જાહેર જનતાને મળી તેમના આશીર્વચન લીધા હતા.

વનમંત્રી કિરીટસિંહે સંતો મહંતો, ગ્રામ માતાઓ તથા જન સમુદાયના આશીર્વાદ લઇ જણાવ્યું હતું કે આગામી સમયમાં વધુમાં વધુ લોક કલ્યાણના કાર્યો પૂર્ણ થાય તેમજ જામનગર જિલ્લો તથા ગુજરાત રાજ્ય વધુમાં વધુ વિકાસ કરી અપાર પ્રગતિ કરે તે પ્રકારના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. લોકોના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અમારું ગાંધીનગરનું નિવાસ હંમેશા ખુલ્લું રહેશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્રપટેલની રાહબરી હેઠળ સરકાર સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને અનુસરી રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે ત્યારે આગામી સમયમાં ફરી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના સંકલ્પને પરિપુર્ણ કરવા આજે સમગ્ર રાજ્યમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જન આશીર્વાદ યાત્રામાં કૃષિમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી સર્વે મેરામણભાઈ ભાટ્ટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, વિવિધ વિસ્તારના કોર્પોરેટરો, સામાજીક આગેવાનો, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા ડાયરેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કચ્છના નખત્રાણા તાલુકાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું પડતાં 2 મહિના ભારે વાહનો પર પ્રતિબંધ

આ પણ વાંચો : અર્જૂન મોઢવાડીયાએ બિસ્માર હાઇવે અંગે ટ્વીટર પર વિડીયો પોસ્ટ કરી સવાલો ઉઠાવ્યા

Next Article