Jamnagar: જી જી હોસ્પિટલમાં યૌન શોષણ કેસ મુદ્દે પીડિતાઓ પર નિવેદન બદલવા દબાણ, લખાણમાં છેડછાડ સહિતનાં આરોપથી ખળભળાટ

|

Jun 19, 2021 | 11:22 AM

Jamnagar: જામનગરની જીજી હોસ્પિટલમાં યૌન શોષણ (Sexual Harrasment) કેસની તપાસ કરવા સરકારે કમિટીનું ગઠન તો કર્યું છે, પણ એટેન્ડેન્ટ યુવતીઓ આ કમિટીથી ખુશ નથી. ટીવીનાઇન(TV9)ના કેમેરા સમક્ષ એક પીડિતા(Victim)એ કહ્યું કે, આ કમિટી યોગ્ય કાર્યવાહી નથી કરી રહી.

Jamnagar: જામનગરની જીજી હોસ્પિટલમાં યૌન શોષણ (Sexual Harrasment) કેસની તપાસ કરવા સરકારે કમિટીનું ગઠન તો કર્યું છે, પણ એટેન્ડેન્ટ યુવતીઓ આ કમિટીથી ખુશ નથી. ટીવીનાઇન(TV9)ના કેમેરા સમક્ષ એક પીડિતા(Victim)એ કહ્યું કે, આ કમિટી યોગ્ય કાર્યવાહી નથી કરી રહી.

આ ઉપરાંત તેમણે જે આવેદન આપ્યા છે, એ આવેદનના લખાણમાં પણ છેડછાડ કરવામાં આવી છે. તો, અન્ય એક એટેન્ડેન્ટ યુવતીએ મેડિકલ કોલેજના ડીન જાતીય સતામણીના સમગ્ર કાંડ અંગે પહેલાથી જ માહિતગાર હોવાનો દાવો કર્યો છે.

આ અગાઉ પણ મહિલાઓ દ્વારા તપાસને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલા આયોગે ઘટનાની ગંભીરતાને પગલે ડીજીપીને (DGP) પત્ર લખ્યો હતો. સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ રીપોર્ટ સત્વરે મોકલવા સુચના આપી છે. હકીકતે કેટલી યુવતીઓ ભોગ બની છે ? તે અંગે તપાસ કરી વિગતો મોકલવા સુચના આપી છે. આ ઘટનામાં 60થી વધુ યુવતીઓ ભોગ બની હોવાનું સ્થાનિક તબીબે નામ નહિ આપવાની શરતે નિવેદન આપ્યું છે.

સમગ્ર મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્રારા આ બનાવને દુ:ખદ અને શરમજનક હોવાનું જણાવ્યું હતું. રાજય સરકાર દ્રારા યોગ્ય રીતે તપાસ કરીને દોષિતો સામે કડક પગલા લઈને દાખલો બેસાડવામાં આવશે. ફરી કોઈ જગ્યાએ આવા બનાવ ના બને. આ સાથે જણાવ્યુ કે સમગ્ર મામલો સામે લાવવા દિકરીએ હિંમત દાખવી તે સારી બાબત છે તે ગભરાય નહી સરકાર છે અને કડક કાર્યવાહી કરશે.

હોસ્પીટલમાં જાતીય સતામણીના આક્ષેપો બાદ હોસ્પીટલ તંત્ર ગોરખધંધાનો ખુલાસા બાબતે અન્ય કર્મચારીઓ કરવાની હિંમત દાખવી. પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે મીડીયા સમક્ષ તબીબે અનેક ચોકાવનારા ખુલાસા કર્યા. જેમાં મહિલા એટેન્ડન્ટ દ્રારા કરવામાં આવેલા આક્ષેપોને સમર્થન આપ્યું હતું. હોસ્પીટલના એચઆર વિભાગમાં 6 કે તેથી વધુ લોકોની ટીમ છે કે જે આ પ્રકારે મધ્યમ કે ગરીબ ઘરની દિકરીને દબાણ કરી શોષણ કરે છે.

શહેરના શરૂ સેકશન રોડ પર આવાસ યોજનાના એક આવાસમાં સુપરવાઈઝર દ્રારા એટેન્ડેન્ટનું શોષણ કરાતુ હોવાના આક્ષેપ કર્યા. તપાસ કમીટી તેની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી હતી. આ બાદ તેને નિવેદન આપ્યું હતું.

Next Video