Jamnagar: રખડતા ઢોર મુદે સામાન્ય સભામાં વિપક્ષનો અનોખો વિરોધ, શાસક પક્ષના સભ્ય અને અધિકારી વચ્ચે શાબ્દીક યુધ્ધ

જામનગર શહેરની (Jamnagar Latest News) વિકટ બનતી સમસ્યા અંગે અનોખો વિરોધ કરવામાં આવ્યો. વિપક્ષના નેતા અને સભ્યો દ્વારા સામાન્ય સભામાં રખડતા ઢોર મુદે શાસકોને સવાલના ઘેરામાં મુકયા. આ સમસ્યા અંગે વિરોધ વ્યકત કરીને સાથે કડક પગલા લેવાની માગ કરી છે.

Jamnagar: રખડતા ઢોર મુદે સામાન્ય સભામાં વિપક્ષનો અનોખો વિરોધ, શાસક પક્ષના સભ્ય અને અધિકારી વચ્ચે શાબ્દીક યુધ્ધ
જામનગરમાં રખડતા ઢોર મુદ્દે વિરોધ
| Edited By: | Updated on: Jun 17, 2022 | 8:04 PM

આજે જામનગર (Jamnagar Latest News) મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની સાથે શાસકના સભ્યોએ પણ હંગામો કર્યો. ચહેરા પર પશુના મુખોટા સાથે વિપક્ષના સભ્ય દ્વારા સામાન્ય સભામાં અનોખી રીતે વિરોધ કરાયો. શહેરની વિકટ બનતી સમસ્યા અંગે અનોખો વિરોધ કર્યો. વિપક્ષના નેતા અને સભ્યો દ્વારા સામાન્ય સભામાં રખડતા ઢોર મુદે શાસકોને સવાલના ઘેરામાં મુકયા. આ સમસ્યા અંગે વિરોધ વ્યકત કરીને સાથે કડક પગલા લેવાની માગ કરી છે. રખડતા ઢોરની સમસ્યા અંગે અનેક રજુઆત પણ કોઈ નકકર પગલા ન લેવાતા અનેક વખત અકસ્માતના બનાવો બને છે. રખડતા ઢોરના કારણે સામાન્ય લોકો અકસ્માતનો ભોગ બને છે.

ભાજપના કોર્પોરેટર ગોપાલ સોરઠીયાને વાહન ચલાવતી વખતે ઢોર હડફેટે લેતા હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે. તેમ છતા ફરીયાદ પણ કરી શકે તેમ નથી. તેથી મૌન રહે છે. તેવો આક્ષેપ વિપક્ષના સભ્યોએ કર્યો. થોડા દિવસ પહેલા રખડતા ઢોરના કારણે એક વૃધ્ધનુ મૃત્યુ પણ થયુ હતુ. જેને સહાય આપવાની માગ પણ વિપક્ષે કરી હતી. સહાયની માગ કરતા મેયરે જણાવ્યુ કે વિચારશુ. જે વિચારણા અંગે કેટલો સમય જોઈએ તે સવાલ વિપક્ષના નેતાએ ઉઠવાતા મેયરે પોતે સંવેદનશીલ હોવાનુ જણાવી ઢોરના કારણે મૃત્યુ પામેલા વ્યકિતના પરીવાર માટે વિપક્ષે શુ કર્યુ તે સવાલ ઉઠાવ્યો.

રખડતા ઢોરના મુદ્દે શાસક પક્ષે જ ઉઠાવ્યા સવાલો

સામાન્ય રીતે સામાન્ય સભામાં વિપક્ષના સવાલો કે આક્ષેપ હોય છે. પરંતુ રખડતા ઢોરના મુદે ન માત્ર વિપક્ષ પણ શાસક પક્ષના સભ્યો પણ ખુલ્લીને મેદાને આવ્યા છે. રખડતા ઢોરના કારણે અકસ્માતના અનેક બનાવો વોર્ડ નંબર 9માં થયા છે. તેથી વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નિલેશ કગથરાએ અધિકારીઓની આ મુદે બેદરકારી હોવાનો સીધો આક્ષેપ કર્યો.

ભાજપના સભ્ય નિલેશ કગથરાએ બોર્ડમાં અધિકારી પાસે જવાબ માંગતા મેયર વચ્ચે પડતા મેયર અધિકારીનો બચાવ કરતા હોવાનો આક્ષેપ કોર્પોરેટર નિલેશ કગથરાએ કર્યો. બાદ ડીએમસીને સીધો સવાલ કરતા, અધિકારી અને શાસક પક્ષના સભ્ય આમને-સામને થયા હતા. નાયબ કમિશ્નર એ.કે. વસ્તાણી ભાજપના કોર્પોરેટર પર આક્ષેપ કર્યો કે તેમના દ્વારા ભલામણ કરવામાં આવતા જે માન્ય ન રખાતી હોવાથી વ્યકિતગત અધિકારી પર આક્ષેપ કરવામાં આવે છે.

શાસકો દ્વારા સવાલો ઉઠતાની સાથે મેયર દ્વારા બોર્ડ પુર્ણ જાહેર કરાયુ હતુ. અધિકારી આક્ષેપના શબ્દોને પાછા લેવા કોર્પોરેટર નિલેશ કગથરા માંગણી કરી. પરંતુ શાબ્દીક યુધ્ધ વધતા ચેરમેને દરમિયાનગીરી કરીને આક્ષેપબાજી છોડીને બોર્ડની કાર્યવાહી ચલાવવા અપીલ કરી. વિપક્ષ-શાસક અને અધિકારીઓ આમને-સામને થઈ જતા સામાન્ય સભા બબાલ વચ્ચે પુર્ણ થઈ હતી.

જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાની વિકટ બની છે. ત્યારે વિપક્ષની રજુઆતોને ધ્યાને ન લેતા વિપક્ષે અનોખી રીતે વિરોધ વ્યકત કરવાનુ શરૂ કર્યુ છે. તો શાસક પક્ષના સભ્યો પણ મૌન તોડીને ખુલ્લીને મેદાને આવ્યા છે. જ્યારે આ બધા વચ્ચે અધિકારીઓ દ્વારા સબસલમાતના રાગ આલાપાય છે.

Published On - 8:04 pm, Fri, 17 June 22