Jamnagar : 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર, મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો

|

Aug 02, 2021 | 8:48 PM

જામનગરમાં 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર જ થઇ શકશે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો.

Jamnagar : 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર, મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો
jamnagar

Follow us on

સરકારી યોજનાના (government scheme) લાભ મેળવવા માટે લાભાર્થીઓને કચેરીના ધકકા ખાવા પડતા હોય છે. તો વિવિધ સરકારી કામ માટે અલગ-અલગ કચેરીમાં જવુ પડે છે. પરંતુ એક સાથે 57 જેટલી યોજનાઓનો લાભ એક જ સ્થળે લોકોને મળી શકે તેવા હેતુથી સેવાસેતુ કાર્યકમ યોજવામાં આવે છે. જયાં સરકારી વિવિધ કામગીરી માટે લાભાર્થીને એક જ સ્થળ પર સરળતાથી કરી શકે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસની દિવસે એક સાથે 448 સ્થળો પર સેવાસેતુ કાર્યકમ યોજવામાં આવ્યો. રાજયસરકારને 5 વર્ષ પુર્ણ થતા વિવિધ કાર્યકમો યોજવામાં આવે છે. જેમાં આજે બીજા દિવસે સેવા સેતુનો કાર્યકમ યોજાયો . જામનગર શહેરમા ટાઉનહોલ ખાસે સેવા સેતુ કાર્યકમ યોજાયો હતો. જેમાં એક સ્થળ પર સરકારીની વિવિધ 57 યોજનાના લાભ લોકોને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. મોટી સંખ્યામાં સ્થાનિકોએ આ લાભ મેળવ્યો.

આધાર કાર્ડ, રાશન કાર્ડ, નવા નળ કનેકશન, નવા વીજકનેકશન, જન્મના દાખલા, વેરાની ભરપાઈ, બેન્ક સાથે આધારને લીંક કરવુ હોય, આવકનો દાખલો સહીતની 57 સેવાનો લાભ એક સ્થળ મળતા લોકોએ ખુશી વ્યકત કરી. સાથે આ પ્રકારના કાર્યકમ સમયાંતરે આયોજન થાય તેવી માંગ કરી. કોઈ એક કામ માટે બે ત્રણ કચેરીમાં ચકકર કાપવા પડે. જેનાથી સમયનો બગાડ થાય. તો આવા કાર્યકમથી એક જ સ્થળે વિવિધ સરકારી કામગીરી થતા લોકોને સરળતા પડે છે. લોકોને વેપાર-ધંધા કે નોકરી છોડીને દિવસભર કોઈ કામ માટે પરેશાન ના થવુ પડે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

લોકોને સરકારી કચેરીના ઘકકાના થાય અને સરકારી કર્મચારીઓનો કાફલો એક સ્થળ હોય ત્યાં વિવિધ સરકારી કામકામજ લોકો સરળતાથી કરી શકે તેવા હેતુથી આ કાર્યકમને યોજવામાં આવ્યા. જેને લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

ભાજપના વરીષ્ટ નેતા મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેર ધનસુખ ભંડેરી રાજય સરકારીની વિવિધ યોજનાના વખાણ કર્યા. કાર્યકમમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેડીંગ કમીટી ચેરમેન મનિષ કટારિયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, દંડક કેતન ગોસરાણી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

આ પણ વાંચો : Kutch : ખાવડા નજીકથી બીએસએફના જવાનોએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો

Next Article