JAMNAGAR : PM MODIએ પહેરી હાલારી પાઘડી, રાજવી પરિવારે વ્યક્ત કરી ખુશી

|

Jan 26, 2021 | 8:11 PM

JAMNAGAR : વડાપ્રધાન મોદીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પહેરેલી પાઘડીના કારણે તેઓ ખૂબ ચર્ચામાં છે. આ પાઘડી જામનગરની હાલારી પાઘડી છે.

JAMNAGAR : વડાપ્રધાન મોદીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પહેરેલી પાઘડીના કારણે તેઓ ખૂબ ચર્ચામાં છે. આ પાઘડી જામનગરની હાલારી પાઘડી છે. જામનગરના રાજવી પરીવારના જામસાહેબ જામશત્રુશલ્યસિંહજીએ પીએમને થોડા દિવસ પહેલા હાલારી પાધડી ભેટમાં આપી હતી. જેને આજે વડાપ્રધાને પહેરી હતી. આ પાઘડી રાજવી જામસાહેબે પાઘડીના કલાકાર વિક્રમસિંહ જાડેજા પાસે તૈયારી કરાવી હતી. જેની લંબાઈ આશરે 9 મીટરથી વધુ છે. બાંધણીની નાના દાણા વાળી પાઘડી ખાસ વડાપ્રધાન માટે તૈયાર કરવામાં આવી છે. વિક્રમસિંહ જાડેજાએ આ પહેલા પણ મોદી માટે અનેક વખત પાઘડી તૈયાર કરી છે. અને આજે તેમની તૈયાર કરેલી પાઘડી વડાપ્રધાને પહેરતા તેમણે ખુશી વ્યક્ત કરી.

 

Next Video