
Jamnagar: જામનગરમાં (Jamnagar Municipal Corporation) લમ્પી વાયરસ પશુમાં જીવલેણ સાબિત થઈ રહ્યો છે. થોડા સમય પહેલા 90થી વધુ પશુના મોત થયા હતા. જેમાં મોડેમોડે મહાનગર પાલિકાએ કબુલ્યુ કે, તૈ પૈકી 18 ગાયના મોત લમ્પી વાયરસથી થયા છે. જીલ્લામાં કુલ 20 પશુઓના મોત લમ્પી વાયરસથી થયા છે. જ્યારે કુલ 331 પશુમાં લપ્મી વાયરસના લક્ષણો નોંધાયા છે.
જામનગરમાં મે માસના પ્રથમ સપ્તાહથી લમ્પી વાયરસના કેસ સામે આવ્યા. જે વાયરસ ખુબ જ ઝડપી ફેલાતા હોવાથી એક બાદ એક અનેક વિસ્તારોમાં લમ્પી વાયરસનો ફેલાવો થયો છે. જેમાં મે માસના પ્રથમ બે સપ્તાહમાં શહેર માંથી કુલ 90 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા હતા. જેના મૃતહેદની નિકાલની કામગીરી મહાનગર પાલિકાએ કરી હતી. પરંતુ પશુઓના મોત અંગે અજાણ હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ બાદ મોડે-મોડે હવે મહાનગર પાલિકાએ ખુલાસો કર્યો છે કે મૃત્યુ પામેલા 90 પશુઓ પૈકી 18 પશુઓને આ વાયરસના કારણે મોત થયા છે.
જો કે અન્ય પશુઓના મૃત્યુના કારણે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. લમ્પી વાયરસના કેસ નોંધાયા બાદ નિયત વિસ્તારોમાંથી દૈનિક પશુઓના મૃત્યુના આંક વધ્યો હતો. મૃતક ગાયના શરીરમાં ફોડલા સહીતના લક્ષણો પણ જોવા મળતા પરંતુ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ કે પશુ ચિકિત્સ્કને કોઈ ગંભીરતા ના જોવા મળી. મૃતક પશુઓના નિકાલ તો કર્યા પણ તેના મૃત્યુના કારણે જાણવા કોઈ પ્રયાસ કરાયા નહી, કે ઉચ્ચ અધિકારી કે અન્ય વિભાગને જાણ પણ કરવામાં આવી નહી.
બાદમાં 90 ગાયના મૃત્યુ અંગે ખુલાસો પુછતા લેખીતમાં માત્ર 18 ગાયને લપ્મી હોવાનુ જણાવ્યુ. જો પશુના મૃતહેદને નિકાલ કર્યા બાદ તેના કારણ અંગે અજાણ મહાનગર પાલિકાએ મોડેમોડે મૃતહેદના નિકાલ બાદ પણ તેનુ કારણ કેવી રીતે સ્પષ્ટ કર્યુ તે તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવે છે. જામનગર શહેરમાં 232 સહીત જીલ્લામાં 331 પશુઓમાં લપ્મી વાયરસના કેસ નોંધાય છે. જે પૈકી 2 પશુઓના મોત સારવાર દરમ્યાન થયા હતા. અને અન્ય 90 ગાયના મોત પૈકી 18 ગાયના મોત લમ્પી વાયરસના કારણે થયુ હોવાનુ મહાનગર પાલિકાએ પશુપાલન વિભાગને જણાવ્યુ છે. જીલ્લામાં કુલ 20 પશુઓના મોત લમ્પી વાયરસના કારણે નોંધાયા છે. તે અટકવવા માટે જીલ્લામાં કુલ 5669 પશુઓને વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી છે.
Published On - 4:39 pm, Tue, 31 May 22