JAMNAGAR : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 75 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

|

Oct 12, 2021 | 11:01 PM

છેલ્લા 75 વર્ષથી સંસ્થા દ્વારા નવરાત્રીનું પર્વ આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. અર્વાચીન ગરબાની જેમ અહી આધુનિક સાઉન્ડસીસ્ટમ કે સ્પીકર નથી હોતા.

JAMNAGAR : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 75 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના
Jamnagar :Gugli Brahmin 505 Mahila Mandal has been performing garba for the last 75 years

Follow us on

JAMNAGAR : નવરાત્રી પર્વ પર પ્રાચીન – આર્વાચીન ગરબા અને દાંડીયારાસ રાજયભરમાં રમાય છે. પરંતુ રાજયના અનેક એવા સ્થળો છે, જયાં પ્રાચીન ગરબીથી પરંપરાગત રીતે માતાજીની આરાધાના કરવામાં આવે છે. આવી વિશેષ અને અનોખી ગરબી જામનગરના આંણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિક્રમરાયજીની મંદિરમાં છેલ્લા 75 વર્ષથી ચાલતી પ્રાચીન ગરબી. જેનું જામનગર શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સ્ત્રી મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે.

ગુગળી બ્રાહ્મણ 505ની મહિલાઓ દ્વારા ચાલતી પ્રાચીન ગરબી મંડળમાં માત્ર મહિલાઓ જ રાસ રમે છે. પ્રાચીન ગરબાની અનેક વિશેષતાઓ પૈકી એક વિશેષતા છે કે અંહી આધુનિકતાનો રંગ ન લાગીને પ્રાચીન ગરબાને મહિલાઓ પોતે ગાતા-ગાતા રાસ ગરબા રમે છે. માતાની ભકિત-આરતી, આરાધના સાથે રાસ ગરબા સાંજના સમયે રમવામાં આવે છે. જેમાં પ્રાચીન ગરબા, છંદ સંગીત સાથે મહિલાઓ ગાવાની સાથે ગરબે ધુમે છે.

નવરાત્રીના પર્વ પર દૈનિક ગુગળી પરિવારની મહિલાઓ એક સાથે સરખો પહેરવેશ કરીને અને સોળે સળગાર સાથે રાસ રમે છે. જે માટે સંસ્થાની કમિટી સભ્યો દ્વારા અગાઉથી આયોજન મુજબ અલગ-અલગ સાડી, પટોળા, બાંધણી, કે કલર નિયત કરે છે. જે મુજબ એક સરખા પહેરવેશ સાથે ગુગળી બ્રાહ્મણ પરિવારની મહિલાઓ એક તાલે, એક સાથે ગરબાનો આનંદ માણે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

અહી દૈનિક વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેમજ પ્રસાદ અને ઈનામો સંસ્થા દ્વારા આપવામાં આવે છે. દશેરાના દિવસે મંડળની બહેનોને નવરાત્રી પર લાણી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. નવરાત્રીના છઠ્ઠના દિવસે ખાસ ઈશ્વર વિવાહના છંદ સાથે મહિલાઓ ગરબા રમે છે. દેવદાસ રચિત ઈશ્વર વિવાહમાં મહિલાઓ ગાવાની સાથે ગરબા રમે છે. જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થાય છે. આ રાસ કલાકો સુધી ચાલે તેવો લાંબો રાસ હોય છે.

સંસ્થાની આશરે 300 જેટલી મહિલાઓ નવરાત્રી પર્વ ભકિત-ભાવ, ઉત્સાહ, ઉમંગથી પરિવારની મહિલાઓ દ્વારા એક સાથે ઉજવવામાં આવે છે. શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સ્ત્રી મંડળમાં નવરાત્રી પર્વની ઉજવણી પરંપરાગત, ઉત્સાહ ઉમંગ સાથે મહિલાઓ કરે છે. જેમા સંસ્થાના પ્રમુખ સમતાબેન ઠાકર, તેમજ સક્રિય સભ્ય બેલાબેન મીન, દક્ષાબેન દવે દ્વારા મહિલાઓ સુધી તૈયારી અને આયોજન કરવામાં આવે છે. જેને સફળ કરવા માટે સંસ્થાની દરેક સભ્ય પરીવાર બની એક સાથે કામગીરી કરે છે.

છેલ્લા 75 વર્ષથી સંસ્થા દ્વારા નવરાત્રીનું પર્વ આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. અર્વાચીન ગરબાની જેમ અહી આધુનિક સાઉન્ડસીસ્ટમ કે સ્પીકર નથી હોતા. મહિલાઓ જ રાસ રમતા-રમતા ગરબા ગાય છે. અર્વાચીન રાસ-ગરબાના વધતા ક્રેઝ વચ્ચે પણ અનેક પ્રાચીન ગરબાઓ પોતાની પરંપરા જાળવે છે. જેમાં નવી પેઢીની યુવતિઓ અને મહિલાઓ ઉત્સાહથી જોડાય છે.

આ પણ વાંચો : મુન્દ્રા ડ્રગ્સ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કરોડોના ડ્રગ્સ મામલે દિલ્હી-NCRમાં 5 સ્થળોએ દરોડા પાડ્યા

Published On - 11:01 pm, Tue, 12 October 21

Next Article