JAMNAGAR : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના પ્રદર્શનો, સરકાર વિરૂદ્ધ દેખાવો
કોંગ્રેસના દેખાવો

JAMNAGAR : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના પ્રદર્શનો, સરકાર વિરૂદ્ધ દેખાવો

| Updated on: Jul 07, 2021 | 4:25 PM

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા આજથી રાજયભરમાં દેખાવો શરુ કરવામાં આવ્યા છે. આગામી 10 દિવસ વિવિધ વિસ્તારોમાં મોંઘવારી મુદ્દે વિરોધ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.

JAMNAGAR : શહેરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા આજથી દેખાવો શરુ કરવામાં આવ્યા છે. આગામી 10 દિવસ વિવિધ વિસ્તારોમાં મોંઘવારી મુદ્દે વિરોધ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. ત્યારે આજે વોર્ડ નંબર 4માં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. મોંઘવારી રૂપે રાક્ષસના પાત્ર સાથે શેરી નાટક ભજવવામાં આવ્યું હતું. મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર આવી અનોખી રીતે વિરોધ કર્યો હતો. નોંધનીય છેકે મોંઘવારીના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોમાં કરવામાં આવ્યા છે. જેમાં મોંઘવારી મુદ્દે જામનગર શહેરમાં કાર્યક્રમો યોજાયા હતા. અને, સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

 

Follow Us
Loading...
Unable to load recommendations.