Jamnagar : હોસ્પિટલમાં જાતીય સતામણીનો મામલો, મહિલા ન્યાય મંચ દ્વારા ન્યાયની માંગણી સાથે અચોક્કસ મુદત માટે ધરણા શરૂ કર્યા

|

Jun 22, 2021 | 4:30 PM

Jamnagar : જામનગરની જી.જી. હોસ્પિટલમાં (G.G hospital) સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Jamnagar : જામનગરની જી.જી. હોસ્પિટલમાં (G.G hospital) સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહિલા એટેન્ટન્ટ દ્વારા જાતીય સતામણીના આક્ષેપો કરાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. મહિલા એટેન્ડેન્ટનો આ અવાજ ગાંધીનગર સુધી પહોચ્યો હતો. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) કહ્યું કે, આ પ્રકારની ઘટના સરકાર ચલાવી નહીં લે. આ માટે તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે.

મહિલા આયોગે ઘટનાની ગંભીરતાને પગલે ડીજીપીને (DGP) પત્ર લખ્યો છે. સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ રીપોર્ટ સત્વરે મોકલવા સુચના આપી છે. હકીકતે કેટલી યુવતીઓ ભોગ બની છે ? તે અંગે તપાસ કરી વિગતો મોકલવા સુચના આપી છે. 60 થી વધુ યુવતીઓ ભોગ બની હોવાનું સ્થાનિક તબીબે નામ નહિ આપવાની શરતે નિવેદન આપ્યું છે.

આ મામલે મહિલા ન્યાય મંચ દ્વારા ન્યાયની માંગણી સાથે અચોક્કસ મુદત માટે ધરણા શરૂ કર્યા છે. પોલિસ ફરીયાદ નોંધી કડક પગલાની માંગ કરી છે. મહિલાઓએ ધરણા કરી પોલિસ ફરીયાદની માંગ કરી છે. રાજય સરકારના આદેશ હોવા છતાં હજુ પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. પોલિસ ફરીયાદ નહી થાય તો મહિલા ન્યાય મંચ દ્રારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.

સમગ્ર મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્રારા આ બનાવને દુખદ અને શરમજનક હોવાનું જણાવ્યું હતું. રાજય સરકાર દ્રારા યોગ્ય રીતે તપાસ કરીને દોષિતો સામે કડક પગલા લઈને દાખલો બેસાડવામાં આવશે. ફરી કોઈ જગ્યાએ આવા બનાવ ના બને. આ સાથે જણાવ્યુ કે સમગ્ર મામલો સામે લાવવા દિકરીએ હિંમત દાખવી તે સારી બાબત છે તે ગભરાય નહી સરકાર છે અને કડક કાર્યવાહી કરશે.

Next Video