JAMNAGAR : વાણિજ્ય ઉત્સવમાં બ્રાસ ઉદ્યોકારોને ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ માર્ગદર્શન આપ્યું

|

Oct 03, 2021 | 7:38 PM

ડાયમંડ સીટી સુરતના અગ્રણી ઉધોગકાર તથા હરેકિષ્ના એકસ્પોર્ટ પ્રા.લિ.ના માલિક સવજીભાઈ ધોળકીયાએ બ્રાસના ઉદ્યોગને વિકસીત કરવા ઉદ્યોગકરોના કાનમાં ગુરૂમંત્ર ફુકયો.

JAMNAGAR : વાણિજ્ય ઉત્સવમાં બ્રાસ ઉદ્યોકારોને ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ માર્ગદર્શન આપ્યું
Jamnagar : Brass entrepreneurs were guided by Diamond King Savji Dholakia in Vanijya Utsav Jamnagar

Follow us on

JAMNAGAR : ડાયમંડ ઉધોગ માટે સુરત અને બ્રાસ ઉધોગ માટે જામનગર વિશ્વભરમાં વિખ્યાત છે. ડાયમંડ સીટીએ વિકાસની ક્ષિતીજો આંબી છે. તો બ્રાસસીટી જામનગર ઉધોગના ક્ષેત્રે ઉડાન ભરી રહ્યું છે. જેને બમણી ગતિ મળે તે માટે વિવિધ કાર્યકમો અને કામગીરી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે સુરતના ડાયમંડ ઉઘોગને વિકાસની જે જેટ ગતિ મળી છે. તેવી વિકાસની ગતિ મેળવવા માટે ડાયમંડ ઉધોગના અગ્રણી ઉધોગપતિ સવજીભાઈ ધોળકીયાએ ખાસ બ્રાસના ઉધોગકારને ગુરૂમંત્ર આપ્યો.

ડાયમંડ સીટી સુરતના અગ્રણી ઉધોગકાર તથા હરેકિષ્ના એકસ્પોર્ટ પ્રા.લિ.ના માલિક સવજીભાઈ ધોળકીયાએ બ્રાસના ઉદ્યોગને વિકસીત કરવા ઉદ્યોગકરોના કાનમાં ગુરૂમંત્ર ફુકયો. જામનગરના બ્રાસ ઉદ્યોગને વિકાસની ક્ષિતિજ પહોચવા તેમજ જેટ ગતિએ વિકાસની ઉચાઈએ પહોચવા માટે ઉદ્યોગકારે કેવી રીતે, કયા મુલ્યા સાથે ઉદ્યોગ અને ઉદ્યોગની સાથે રાષ્ટ્રના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા પોતાના અનુભવનો નિચોણ સાથે સક્રિય રહેવા જણાવ્યુ. ઉદ્યોગના વિકાસમાં પારિવારિક મુલ્યોનુ મહત્વ, મહામારી વચ્ચે ઉદ્યોગજગતના વિવિધ પ્રશ્નોના ઉકેલ તથા એક ઉદ્યોગકાર તરીકે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ફરજ સંર્દભમાં પ્રેરણાત્મક વકત્વ સાથે માર્ગદર્શન આપ્યુ. આ ખાસ કાર્યકમમાં મોટી સંખ્યામાં બ્રાસના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

ખાસ તો કોરોનાના સમયથી ઉદ્યોગના વિકાસ પર બ્રેક લાગી હોય તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. ત્યારે પોતાના કર્મચારીઓને પરીવાર માનનાર સવજી ધોળકીયા પાસેથી ઉદ્યોગપતિએ ઉદ્યોગમાં કર્મચારીનુ મહત્વ વિશેની માહિતી મેળવી. તો ઉદ્યોગના વિકાસને વેંગવતો રાખવા માટે ખાસ ઉદ્યોગની પોલિસી કરતા જીવન મુલ્યો વધુ મહત્વના હોવાનું સવજી ધોળકીયાએ જણાવ્યુ હતુ. ફેકટરી ઓનર્સ એન્ડ એસોસિએશન દ્રારા યોજાયેલ ખાસ કાર્યકમ ‘વાણિજ્ય ઉત્સવ જામનગર’ માં જાણીતા અને નવા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વભરમાં વિખ્યાત તો છે. પરંતુ તેના વિકાસની ગતિમાં કોરોનાકાળમાં અલ્પવિરામ મુકાયુ છે. જે કોરોના કાળમાં ઉદ્યોગના વેપારમાં લાગેલી બ્રેકને દુર કરવા એસોશિયેશન દ્રારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. તો ઉદ્યોગજગતમાં પ્રેરણાસ્ત્રોત બન્યા હોય તેવા જાણીતા ઉદ્યોગકારો પાસેથી ગુરૂમંત્ર સાથે માર્ગદર્શન મેળવવાના હેતુથી આ પ્રકારના કાર્યકમો યોજાય છે. ત્યારે સુરતમાં ડાયમંડકિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ પાસેથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ માહિતી અને માર્ગદર્શન મેળવ્યુ સાથે ઉદ્યોગજગત અંગેના તેમના અનુભવ, મુલ્યો અંગેની માહિતી મેળવી.

તો ઉદ્યોગના વેપારમાં માત્ર નફા-નુકશાનની જ વાત નહી, પરંતુ કર્મચારી સાથેના પારિવારિક મુલ્યો વિશે વિશેષ ભાર મુકી લાંબા સમયે ઉઘોગને વિકાસની ઉંચાઈ લઈ જવામાં કર્મચારી જ પાયા બનતો હોય છે. હાલ સમયમાં બ્રાસ ઉદ્યોગને મહામારીના કારણે જે વિપરીત પરીસ્થિતીનો સામનો કર્યો છે. તે તણાવમાંથી ઉદ્યોગકારો બહાર આવે તેવો સફળ પ્રયોગ કરવામાં આવ્યો. જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં ફેટકરી ઓનર્સ એન્ડ એસોસિએશનના હોલમાં યોજાયેલ સેમીનારમાં બ્રાસના ઉદ્યોગકારોએ સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસના મંત્ર વિશેની માહિતી મેળવી હતી. જે ખાસ કાર્યકમ બાદ બ્રાસના ઉદ્યોગકારોમાં પ્રેરણા, માહિતી અને ઉત્સાહમાં વધારો થયો છે. જે આવનારા સમયમાં બ્રાસના ઉદ્યોગને વિકાસની નવી ઉડાન આપશે.

Next Article