જામનગરમાં 600 એકરમાં ફેલાયેલો છે કેરીનો બાગ, જાણો કઈ મજબૂરીના પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શરુ કર્યો હતો કેરીનો બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓ માંથી એક છે. તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશભરમાં પેટ્રોકેમિકલ્સ, કાપડ, કુદરતી સંસાધનો, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના અનેક ક્ષેત્રો વ્યાપાર ફેલાયેલો છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે રિલાયન્સ ગ્રુપ કેરીના સૌથા મોટા નિકાસકારોમાંથી એક છે.

જામનગરમાં 600 એકરમાં ફેલાયેલો છે કેરીનો બાગ, જાણો કઈ મજબૂરીના પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શરુ કર્યો હતો કેરીનો બિઝનેસ
Ambani mangoes farm
| Updated on: Jul 12, 2024 | 1:47 PM

દેશ – વિદેશમાં જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીને સૌ કોઈ લોકો જાણે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓ માંથી એક છે. તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશભરમાં પેટ્રોકેમિકલ્સ, કાપડ, કુદરતી સંસાધનો, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના અનેક ક્ષેત્રો વ્યાપાર ફેલાયેલો છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે રિલાયન્સ ગ્રુપ કેરીના સૌથા મોટા નિકાસકારોમાંથી એક છે. ગુજરાતના જામનગરમાં કેરીનો બાગ 600 એકરમાં ફેલાયેલો છે. તો આ બગીચામાં 1.5 લાખથી વધારે આંબાના વૃક્ષો વાવવામાં આવેલા છે. તેમાં કેરીની 200 થી વધારે પ્રકારના વૃક્ષ લગાવવામાં આવ્યા છે.

શું મજબૂરી હતી આંબાના વૃક્ષ વાવવાની

રિલાયન્સે સ્વેચ્છાએ કેરીના બગીચાને રોપ્યા ન હતા. પરંતુ તેને આવું કરવાની ફરજ પડી હતી. રિલાયન્સ ગ્રુપ ગુજરાતના જામનગરમાં રિફાઈનરી ધરાવે છે.આ રિફાઈનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓમાંથી એક છે. જેના પગલે આજુ બાજુના વિસ્તારમાં પ્રદૂષણની માત્રા વધી જવાથી પ્રદૂષણ રોકવા માટે કંપનીને ઈ.સ.1997માં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી અનેક વખત નોટિસ મોકલવામાં આવી હતી. આખરે કંપનીને લાગ્યું કે પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે કંઈક કરવું જોઈએ. જેથી પર્યાવરણની સુરક્ષાની સાથે કંપનીએ નફા વિશે પણ વિચાર્યું હતુ.જે બાદ રિલાયન્સે કેરીના વૃક્ષ વાવવાનું નક્કી કર્યું હતુ.

બગીચાને ધીરુભાઈનું નામ આપવામાં આવ્યું હતું

તો કંપનીએ વર્ષ 1998માં જામનગર રિફાઈનરી પાસે બીન ઉપજાવ જમીન પર આંબાના વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ પ્રોજેકટને લઈને અનેક સમસ્યાઓ સામે આવી હતી.તેજ પવનની સાથે પાણી પણ ખારું હતું. આ જમીન કેરીની ખેતી માટે પણ યોગ્ય ન હતી. પરંતુ કંપનીએ ટેક્નોલોજીની મદદથી તેને ઉપયોગી બનાવી દીધી.કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના નામ પરથી આ બગીચાનું નામ ધીરુભાઈ અંબાણી લાખીબાગ અમરાઈ રાખવામાં આવ્યું હતું.

વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ

આ બાગીચો 600 એકરમાં ફેલાયેલો છે.તેને વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગીચો માનવામાં આવે છે.આ પાણી કંપનીના ડિસેલિનેશન પ્લાન્ટમાંથી આવે છે.આ પ્લાન્ટમાં દરિયાના પાણીને સાફ કરવામાં આવે છે.પાણીની અછતની સમસ્યાનો સામનો કરવા માટે, પાણી સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી તકનીકોનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બગીચામાં કેસર સહિતના અનેક પ્રકારની કેરીઓનું વાવેતર કરવામાં આવે છે.

Published On - 4:41 pm, Fri, 15 December 23