JAMNAGAR : જામનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતેથી અમેરિકાના દંપતીએ એક બાળકીને દત્તક લીધી. જામનગરના સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછેરેલી પાંચ વર્ષીય બાળકીને અમેરીકન દંપતિએ દત્તક લીધી. જામનગરની આ રન્ના હવે એલીરૂચ બનશે. અમેરીકન પરીવારને દત્તક આપવાની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ હવે તે અમેરીકન દંપતિ પરિવાર સાથે રહેશે. સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસરભાઈ ડાંગરે જણાવ્યુ કે અત્યાર સુધીમાં સંસ્થાના કુલ 287 જેટલા બાળક-બાળકીને દત્તક આપેલ છે, જે દેશ-વિદેશમાં વાલીઓએ બાળકોને દત્તક લઈને તેમના પરીવારના સભ્યનું સ્થાન આપ્યુ છે.
સાંસદ પુનમબેન માડમ ભાવુક બન્યા
બાળકી સંસ્થામાં 2016માં આવી હતી. જેને પાંચ વર્ષ સુધી સંસ્થામાં ઉછેરી. બાળકીને જયારે સંસ્થામાં આવી ત્યારે જામનગરના સાંસદ પુનમબેન માડમને બાળકી પ્રત્યે લાગણી થઈ ત્યારે તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો તે બાળકને સારો પરિવાર મળશે. તે વખતે તે ફરી સંસ્થામાં હાજર રહેશે. તે વાત યાદ કરતા તેમજ બાળકીને પ્રત્યે ભાવુક બન્યા હતા. સાંસદ પુનમ મામડ વાત કરતા તેની આંખોમાં આંસુ છલકાયા હતા અને બાળકીને નવા પરિવાર અને નવા જીવનની શુભેચ્છા પાઠવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત શ્રી કસ્તુર બા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતેથી આજે યુ.એસ.ના દંપતીએ જ્યારે એક બાળકીને દત્તક લીધી અને આજે બીજા નોરતે મેં તેના ભાલે કુમકુમ તિલક કર્યું ત્યારે એ દિકરીને જાણે પુનર્જન્મ આપ્યાનું પુણ્ય કમાયું હોવાની ધન્યતા અનુભવી. pic.twitter.com/RaXKE8xZFT
— Poonamben Maadam (@PoonambenMaadam) October 8, 2021
અમેરિકન દંપત્તિએ આનંદ વ્યક્ત કર્યો
અમેરિકામાં રહેતા દંપતિએ જામનગરની બાળકીને દત્તક લેવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રક્રિયા કરતા હતા અને કોરોનાના કારણે બે વર્ષથી આવી ન શકયા. હાલ પ્રક્રિયા પુર્ણ થતા આજે બાળકીને પોતાના પરિવારનો સભ્ય બનાવતા આનંદ વ્યકત કર્યો હતો. બાળકીનો હસમુખો ચહેરો અને આત્મવિશ્વાસ જોતા તે ખુશી વ્યકત કરી સાથે પરિવારમાં તે આવતા બમણી ખુશી મળવાનો વિશ્વાસ વ્યકત કર્યો. દત્તક લેનાર પિતા દસ્તીન કલપેપર અને માતા ટોરી કલપેપરે આજનો દિવસ તેમના અને પરીવાર માટે ખાસ હોવાનું જણાવ્યું.
રન્નાને મળ્યું નવું નામ
જામનગરમા પાંચ વર્ષ સુધી ઉછેરેલી રન્નાને હવે અમેરિકન દંપતિએ નવું નામ એલીરૂચ નામ આપ્યુ છે. બાળકી થોડા જ સમયમાં માતા પિતા સાથે હળીમળી ગઈ છે. દંપતિએ બાળકીને પોતાના પરીવારનો સભ્ય તરીકે સ્વીકારી છે.જામનગરમાં પરિવારના અશ્રય વગર સંસ્થામાં પાંચ વર્ષ સુધી ઉછેરેલી રન્ના હવે અમેરિકામાં નવા નામ, નવા પરીવાર, નવા દેશ અને નવા વાતાવરણ નવા ઘરે રહેશે. બાળકી મળતા અમેરીકન દંપતિ તો ખુશ છે તો નાની બાળકીને પરીવાર મળતા તેના ચેહેરા પર ખુશી જોવા મળી છે.
આ પણ વાંચો : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપ, શિવસેના સહિતના પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહે મહિલા સ્વ-સહાય જૂથના ટી-સ્ટોલનું ઉદ્ઘાટન કર્યુ, અન્ય બહેનો માટે મહત્વની જાહેરાત કરી