Jamnagar: પ્રસિદ્ધ રામાપીરના મંદિરના દ્વાર થયા બંધ, જાણો ક્યાર સુધી મંદિર રહેશે બંધ

|

May 01, 2021 | 12:40 PM

હાલ કોરોનાનું સંક્ર્મણ વધી ગયું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્ર્મણ વધતા 29 શહેરમાં નાઈટકર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અનેક યાત્રાધામ પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર (Jamnagar)જિલ્લાનું સુપ્રસિદ્ધ પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજ(રામાપીર)નું મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વધતા જતા સંક્ર્મણને પગલે 1મેથી 15 મે સુધી મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.કાલાવડ તાલુકામાં કોરોના કેસની સંખ્યા વધતા મંદિરના ટ્રસ્ટી દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ મંદિરમાં આરતી, દર્શન, અન્નક્ષેત્ર દર્શનાર્થીઓના ઉતારા માટે વ્યવસ્થા બંધ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14,605 નવા કેસ નોંધાયા છે. જ્યારે 10,180 કોરોના દર્દી રિકવર થયા છે. જ્યારે 173 દર્દીનાં મોત થયાં છે અને કુલ મોતનો આંકડો 7183 થયો છે. અત્યાર સુધી 96 લાખ 94 હજાર 767 લોકોને પ્રથમ ડોઝ અને 23 લાખ 92 હજાર 499 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 20 લાખ 87 હજાર 266નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

Next Video